________________
અનુષ્ઠાનના પાંચ પ્રકારના
પરમાણિક વીતરાગ પરમાત્માએાએ આત્મા ઉપરના અનાદિકાલીન કર્મોના બંધને દૂર કરવા વિવિધ અનુષ્ઠાને આજેલ છે, પણ તે અનુષ્કાને વિવિધ આસેવન પ્રકારોથી ચિત્ર-વિચિત્ર ફલ દેનારા થાય છે. ઘણીવાર ક્રિયાના મૂલ આશયથી સાવ વિરુદ્ધ પણ ફલ આવીને ઊભું રહે છે. માટે અનુષ્ઠાનના આસેવનમાં રાખવી જોઈતી આશયશુદ્ધિ માટે શ્રી ગબિંદુમાં આવતા નીચેના પ્રકારે ધ્યાનમાં રાખવા લાયક છે.
- ૧. વિષાનુષ્ઠાન “विषं लब्ध्याद्यपेक्षात, इदं सञ्चित्तमारणात् । महतोऽल्पार्थनाज्ज्ञेयं, लघुत्वापादनात्तथा" ॥१॥ આત્મકલ્યાણના ઉત્તમ ફલને પ્રાપ્ત કરનારી ધર્મક્રિયા આરાધવાના પ્રસંગે એહલૌકિક-માનપૂજા, કીર્તિ, પ્રશંસા આદિ લાભની અપેક્ષા રાખવી. આ અનુષ્ઠાનથી હલાહલ ઝેરથી તત્કાલ પ્રાણેના નાશની જેમ સત્ (સુંદર) ચિત્તનું મારણ થાય છે અને કર્મનિજરાના વિપુલ લાભની અપેક્ષાએ કીર્તિ-પ્રશંસાદિ તુચ્છ લાભની પૃહા કરવાથી ઉત્તમોત્તમ ધર્મક્રિયાની લઘુતા થાય છે.
૨, ગરલાનુષ્ઠાન "दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः । एतद्विहितनीत्यैव, कालान्तरनिपातनात्" છે ? A