________________
એકવીશ શબલ સ્થાને
:૧૩ :
એકવીશ શબલસ્થાને છે અનંતપુણ્યરાશિના બળે પ્રભુ-સંયમની પ્રાપ્તિ થયા પછી પણ આત્માને અજ્ઞાનાદિથી વિપરીત આચરણે પ્રતિ પ્રવર્તવાનું સહજ મન થઈ જાય છે અને શૂકરની વિષ્ટામાં મનજ્ઞાની જેમ વારંવાર સંયમ વિરુદ્ધ પ્રવૃત્તિમાં મન ફરતું હોય છે, આમ થવાથી સંયમચારિત્રની આરાધના કેવી કલુષિત થઈ જાય છે તે જાણવા એકવીશ શબલસ્થાને (કલંકસ્થાન) પ્રત્યેક આરાધક આત્માઓ ધ્યાનમાં રાખવા જોઈએ.
૧ હસ્તમૈથુન કરવું.
૨ સાલંબન એટલે કે અતિક્રમ, વ્યતિકમ કે અતિચારથી મૈથુન સેવવું કે બ્રહ્મચર્યમાં દેષ લગાડે.
૩ રાત્રિભેજન એટલે કે રાત્રે વહેરેલું દિવસે અગર દિવસે વહોરેલું રાત્રે (વિકલવેલા-લગભગ સમયે) વાપરવું.
૪ આધાકમ–દોષવાળી (સાધુને માટે ખાસ ઉદ્દેશીને બનાવેલ) ગોચરી નિષ્કારણ વાપરવી. અથવા સ્વાદ-લાલસા તૃપ્તિ માટે દિવસમાં એક વારથી વધુ વાર વાપરવું.
૫ રાજપિંડ વહોર.
૬ કતદોષવાળી–( સાધુ માટે ખાસ વેચાતી લીધેલી) ચીજ વહોરવી. ( ૭ પ્રામિય–દષવાળી (સાધુ માટે ખાસ ઉધારે લવાયેલી) ચીજ વહેરવી.
૮ અભ્યાહત–દોષવાળી (સાધુ માટે ખાસ સામે લવાયેલી ) ચીજ વહેરવી.