________________
: ૧૨૮ :
વીશ અસમાધિ સ્થાને
૮. આધ્યાત્મિકીક્રિયા–નિમિત્ત કારણ ન હોય છતાં માત્ર મનના દુષ્ટ સંકલ્પથી માનસિક સંતાપ અનુભવ.
૯. માનકિયા–વ્યાવહારિક ચઢીયાતાપણાની ભાવનાથી ઘમંડી બની બીજા પ્રતિ તુચ્છવૃત્તિ દાખવવી.
૧૦. અમિત્રક્રિયા–સત્તા અધિકાર જમાવવાની દુષ્ટ વૃત્તિને તાબે થઈ ચેડા અપરાધે વધુ સજા-દંડ કરી રૂઆબ દાખવો.
૧૧. માયાક્રિયા–માનસિક વાસનાઓ પૂર્ણ કરવા નાના પ્રકારના વિસંવાદી વર્તને ચેષ્ટાઓ કરી બીજાને દાવ-પેચમાં લેવા.
૧૨. લેભકિયા–પગલિક પદાર્થોની આસક્તિ વધુ રાખવી. અગર પોતાના સ્વાર્થમાં આડે આવનારનું બુરું કરવાની ચેષ્ટા.
૧૩. ઈપથિકીક્રિયા–મન, વચન અને કાયાના સૂકમ પણ સ્પંદન થતાં સુધી કર્મબંધનનું કારણભૂત એગોની પ્રવૃત્તિ.
ઉપર મુજબના તેર ક્રિયાસ્થાનકો વાંચી-વિચારી મુમુક્ષુ આરાધક આત્માએ પ્રમાદાદિ કારણે પણ અશુભ વર્તન ન થઈ જાય તેનું પૂરતું ધ્યાન રાખવું.
વીશ અસમાધિસ્થાને રાગ-દ્વેષના અનાદિકાલીન સંકેરેને જાગૃત કરી આત્માને અસમાધિ-આર્તધ્યાનદ્વારા વિષમ કર્મો બંધાવનારા વિશ અસમાધિસ્થાનનું સ્વરૂપ પ્રત્યેક મુમુક્ષુએ વિચારણીય હોઈ તેનું ટૂંક-સ્વરૂપ અહીં આપ્યું છે.
૧ ઉતાવળથી (ઈર્યાસમિતિની જયણું ન પાળવવાના કારણે કર્મો બાંધી પરિણામે આત્માને અસમાધિ કરાવનારું) ચાલવું.