________________
: ૧૨૬ !
બાર પ્રકારને તપ ૩. પાપ-પુણ્યના ઉદયને વિચાર કરે તે. ૪. જગતના સ્વરૂપને વિચાર કરે તે.
ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બે સદગતિ અને નિર્જરાના હેતુ હોવાથી તપ છે. જ્યારે આધ્યાન અને રૌદ્રધ્યાન એ બે બંધના હેતુ હેવાથી તપ નથી.
૧૨. કાયોત્સર્ગ–જિનમુદ્રાએ ઉભા રહી કાયાની સ્થિરતા, વાણીથી મૌન અને મનથી ધ્યાન દ્વારા કાઉસગ્નના ૧૯દેને ત્યાગ કરી કાઉસગ કરે છે. કષાને ત્યાગ અને મૃત્યુકાળે શરીરને પણ ત્યાગ કરે તે અત્યંતર કાયોત્સર્ગ છે. કાર્યોત્સર્ગને સીધે અર્થ કાયા ઉપરની મૂછને ત્યાગ કરે તે છે. કાર્યોત્સર્ગ એ ત્રિવિધ રોગોને સ્થિર અને વિશુદ્ધ બનાવવા માટેનું અમેધ સાધન છે. બધા તપમાં આ કાર્યોત્સર્ગ–તપની પ્રધાનતા છે.
પ્ર. અત્યંતર તપને અત્યંતર (આંતરિક) તપ શા માટે કહેવાય છે?
ઉ. પ્રાયશ્ચિત્તથી માંડી કાર્યોત્સર્ગ સુધીને તપ જૈનેતરમાં અજાણ છે.
૨. અન્ય ધર્મવાળાએથી ભાવથી અનાસેવિત છે. (આરાધેલો નથી.)
૩. મેક્ષપ્રાપ્તિને અંતરંગ હેતુ છે. ૪. અત્યંતર કર્મને તાપક (નાશક) છે. ૫. અંતર્મુખ એવા મહાત્માએ વડે ય (જાણવાયેગ્ય) છે,