________________
બાર પ્રકારની તપ ૮. વિનય તપ–આચાર્ય, ઉપાધ્યાય, રત્નાધિક, જ્ઞાની તપસ્વી વિગેરેને વિનય કરે છે. દા. ત. ૧. તે આવે ત્યારે ઉભા થવું. ૨. બેસવા આસન પાથરવું. ૩. બહારથી આવતા હોય તે સામે લેવા જવું. ૪. બહાર જતા હોય તે સાથે જવું. પ. તેમની સામે જેમ તેમ બેલવું નહિ.
૬. તેમની ઈચ્છા મુજબ વર્તવું. આ વિનયતપથી આઠે પ્રકારના કર્મને ક્ષય થાય છે. અને “વિજયકૂટો ઘો” ધર્મનું મૂળ પણ વિનય જ છે.
૯. વૈયાવચ-ધર્મના-સંયમના આરાધકની અન્નાદિથી ભક્તિ કરવી તે.
આચાર્ય, ઉપાધ્યાય, ગુરુમહારાજ, તપસ્વી, નવદીક્ષિત, બિમાર સાધુ, બાળસાધુ વિગેરેની સેવાભક્તિ કરવી તે. દા. ત. ૧. ગેચરી પાણી લાવી આપવાં. ૨. તેમનું પડિલેહણ કરવું. ૩. તેમનું આસન, સંથારે પાથરે. ૪. તેમનું માનું વિગેરે પરડવવું. . તેમના કપડાંને કાપ કાઢો. ૬. વિહારમાં ઉપધિ વિગેરે ઉપાડવી. ૭. શ્રમિત ગુરુમહારાજ ઈત્યાદિના હાથપગ
વિગેરે દબાવવા. આ ભક્તિ, વિધિ અને બુદ્ધિની નિપુણતાપૂર્વક કરવાની છે.