________________
મારું ભાવનાઓ
: ૧૧૭ :
એકલા મરવાના છે. એકલા કમ કરે છે, એકલેા જ લાગવે છે. તારૂં આ જગતમાં કે સાચુ' સગું નથી છતાં શા સારું મારૂં મારૂં કરી કલેશ પામે છે?
૫. અન્યત્વ ભાવના—હે જીવ! તું આ દેહથી, તારા માબાપથી, ધનથી, બગલાએથી તદ્દન જુદો છે. તારે અને એને કાંઈ સંબંધ નથી. તારૂં એનાથી કાંઈ હિત નથી, છતાં તું તેને તારાં શા માટે માને છે? તને તે પરલેાકમાં શું કામ લાગવાનાં છે? તેના વિચાર કર!
૬. અશુચિ ભાવના—હે જીવ! તું જે શરીર ઉપર માહ કરી રહ્યો છે, રાત દિ' તું જેની ચિંતા કરે છે તે શરીર શામાંથી ઉત્પન્ન થયું છે? તેની અંદર કેવા ગંદા પદાર્થો ભરેલા છે, તેની અંદર કેટલા રાગેાના વાસ છે, અને તે કેટલા વખત ટકવાનુ છે? તેના તું ખરાખર સ્થિર વિચાર કરીશ તે તને તે શરીર ઉપર વૈરાગ્ય થયા વગર નહિ રહે !
૭. આશ્રવ ભાવના—હૈ જીવ ! મિથ્યાત્વ, અવિરતિ કષાય, અને દુષ્ટયેાગ આ ચાર આશ્રવા જ તારા સંસારનું મૂળ છે. તેથી જ તું અનાદિકાળથી આ સંસારમાં ભટકે છે. માટે તેને દૂર કરવા પુરુષાર્થ કર !
૮. સ`વર ભાવના—હૈ જીવ ! તને આ ભયકર સસાર કારાગારમાંથી છેડાવનાર સમ્યકૃત્વ, વિરતિધર્મ, કષાયના નિગ્રહ અને સમિતિ-ગુપ્તિનું નિર્મૂળ પાલન, આ ચાર સવરધર્મ જ છે. તે જ તારા આત્માનું કલ્યાણ કરનારા પરમમિત્રા છે. માટે અવસર પામી તારા જીવનમાં તેને ખૂબ આદર કર!