________________
: ૧૧૮ :
મારું ભાવનાઓ
૯. નિર્જરા ભાવના—હૈ જીવ ! સકામ નિર્જરા કરવાના અનુપમ અવસર પામ્યા છે તે તું સુખશીલતાને ત્યાગ કરી ખાર પ્રકારના તપમાં ઉદ્યમશીલ અન ! જેથી તારા બધા કર્મો મળીને ભસ્મીભૂત બની જાય અને તું શુદ્ધ સુવર્ણની જેમ નિર્મળ અની જાય !
૧૦. લેાકસ્વરૂપ ભાવના—હે જીવ! તું ચૌદ રાજલેાકના સ્વરૂપના વિચાર કર ! તેમાં આવેલા અન'ત જીવા અને પુદ્ગલેાના વિચાર કર ! તેમના સ્થાન, આયુષ્ય સ્થિતિ વગેરેના વિચાર કર ! જેથી તારૂં ચપળ મન સ્થિર અને !
૧૧. એધિ દુર્લભ ભાવના—હે જીવ ! આ જગતમાં મેટું રાજ્ય મળવું, સુંદર સ્ત્રીઓ મળવી, મંગલા મળવા, ખૂબ ધન મળવું, માન-સન્માન મળવા વિગેરે ખૂબ સહેલું છે. ભૂતકાળમાં આપણા જીવને તે વસ્તુએ તેા અનંતીવાર મલી ને ચાલી ગઇ પણ એક માત્ર જૈન ધર્મની પ્રપ્તિ થવી તે જ દુર્લભ છે ! તત્ત્વાત્ત્વના નિયમાં નિપુણ એવી ખેાધિ જ દુર્લભ છે. તે તને આજે તારા મહાન પુણ્યના ઉદયે મલી છે તે તું તેનું તારા પ્રાણની માફ્ક રક્ષણ કર, અને તેને સત્કાર્યાંથી સફળ કર!
૧૨. ધર્મ સ્વાખ્યાત ભાવના—અહે ! રાગદ્વેષને જિતનારા એવા અન તઉપકારી જિનેશ્વરદેવાએ ભવના ઉચ્છેદ કરનારી કેવા સુંદર ક્ષમાદિ દશ પ્રકારના ધર્મ મતાન્યેા છે ! કેવા પૂર્વાપરવાધ વગરને નવતત્ત્વનેા પ્રકાશ કર્યો છે ! ક્યાં જિનમત અને ક્યાં અસંબદ્ધ પ્રલાપ કરનારા અન્ય મતા !