________________
વૈરાગ્યને વધુ સ્થિર કરવા રેજો
ચિંતવવા જેવી બાર ભાવનાઓ
In thi
.
૧. અનિત્ય ભાવના–હે જીવ! જગતના સર્વ સંગે અનિત્ય છે. તે વિચાર કર! કે જગતમાં કઈ વસ્તુ સ્થિર છે? કે તું તેને મારી માની રાગ કરે છે ? તેની ખાતર અનેક પ્રકારના કલેશ અને પાપ કરે છે? જગતમાં એક આત્મા સ્થિર છે માટે તેના જ કલ્યાણની ચિંતા કર !
૨. અશરણું ભાવના–હે જીવ! આ જગતમાં જીવને ધન, કુટુંબ વગેરે કઈ રક્ષણ આપતું નથી. તને રેગના દુખથી, ઘડપણના ત્રાસથી, મૃત્યુના આક્રમણથી સાચું રક્ષણ કરનાર કોણ છે? સર્વજ્ઞના ધર્મ સિવાય આ જીવને પરલોક જતાં કેઈ શરણ નથી!
૩. સંસાર ભાવના–હે જીવ! આ સંસાર વિચિત્ર છે, માતા મરીને પત્ની થાય છે, મિત્ર મરીને શત્રુ થાય છે. વળી હે જીવ! જે સંસાર જન્મ-જરા-મરણ, અનેક રે સ્વાર્થ અને પ્રપંચને દુખેથી ભરેલો છે. એવું તું તારી નજરે જેવા છતાં તે સંસાર ઉપર તને મેહ શાને છે? વૈરાગ્ય કેમ થતું નથી ?
૪. એકત્વ ભાવના–હે જીવ! તું એકલે જન્મે છે અને