________________
: ૫૮ ?
કલ્યાણકારી સૂચના
સંયમને મેળવી શાસ્ત્રોક્ત મુનિપણુના આનંદને અનુભવ મેળવવું જોઈએ.
સંયમ અને તપના અનન્ય સાધનભૂત શરીરના પિષણ વખતે રસના-વાસનાને પોષણ ન મળી જાય તેનું સતત લક્ષ્ય રાખવું જોઈએ.
આગાઢ કારણે શરીરાદિના ઉપખંહણ માટે લેવાતે પદાર્થ પણ સ્વાદ કે રસમયતા વડે ઈન્દ્રિયોના વિકારે પેદા કરે તે રીતે તે ન જ લે, પણ પ્રકારાંતરે તેના મૂલ રસ–સ્વરૂપને બદલી પોષણનું તત્ત્વ મળી રહે અને લાલસા-વૃત્તિ ન પોષાય તે માટે જયણાશીલ પ્રવૃત્તિ રાખવી.
તથા સાયેજિત કરેલા રસનું અગર એક સાથે બીજા રસનું આસ્વાદન ન થાય તેનું પણ પૂર્ણ ધ્યાન રાખવું.
વળી નીચે જણાવેલ ભજનના પ્રકારે તથા તેને હે. પાદેય વિભાગ લક્ષ્યમાં રાખવે.
૧ સિંહભેજન–એક જ બાજુથી વાપરવું તે. ૨ પ્રતરાજન–જેવું લીધું તેવું વાપરવું તે, ૩ હસ્તિજન–ઉપેક્ષાભાવથી વાપરવું તે. ૪ કાકભજન– ચૂંથીને વાપરવું તે. ૫ શુગાલભેજન–જ્યાં ત્યાંથી વાપરવું તે.
આ પ્રકારમાં પ્રથમના ત્રણ ઉપાદેય છે; બાકીના હેય છે. અર્થાત્ હાથીની જેમ ઉપેક્ષાભાવે કે સિંહની જેમ એક બાજુથી જ ભેજન કરવું તે રસનાને જિતવાને પ્રબલ ઉપાય છે.
ટૂંકામાં “જે રીતે રાગદ્વેષ ન થાય તે રીતે વાપરવું શ્રેષ્ઠ છે.”