________________
( કે
ચારિત્રગ્રહણ પછી યાદ રાખવા જેવા છે
હિતકર સૂચન છે
૧. સંસારનો ત્યાગ એટલે વાસ્તવિક રીતે વિષય અને કષાયને ત્યાગ કર્યો છે એમ સમજવું. કારણ કે વિષયકષાયની પ્રબળતા જ સંસાર છે.
૨. સાધુ-જીવન આત્મકલ્યાણ માટે લીધું છે. એ વાત હરઘડી યાદ રહેવી જોઈએ. - સાધુતા આત્મસાત્ થયા વિના પપદેશમાં પડવાથી પિતાનું ગુમાવવાનું થાય છે.
સાધુતા પ્રાપ્ત કરવા માટે–
પાંચ મહાવ્રત અને તેની પચ્ચીશ ભાવનાએ અષ્ટ પ્રવચન માતા, દશવિધ સામાચારી, પ્રતિલેખના શુદ્ધિ આદિ સાધુ-ક્રિયાનું સચોટ જ્ઞાન પ્રાપ્ત કરી એના આધારે જીવનનું ઘડતર ઘડવું જોઈએ.
૩. વિનય એ જૈન શાસનને મૂળ પાયે છે. ગુરુ આદિ વડિલને બહુમાન પૂર્વક વિનય કરે અને એના માટે દશવૈકાલિકનું નવમું અને ઉતરાધ્યયનનું પહેલું અધ્યનન જીવનમાં ઉતારવા પ્રયત્ન કરે.
૪. અનાદિકાલથી પ્રમાદનું જોર બળવાન હોવાથી જીવનમાં ડગલે ને પગલે ભૂલ થવાનો સંભવ છે. આવી સ્થિતિમાં