________________
શ્રમણ ધર્મ કે ?
: ૮૧ : ૧. વિચારીને અવગ્રહનું વાચન-પિતાને જ્યારે જરૂર પડે ત્યારે સંપૂર્ણ વિચાર કરીને જેટલી જરૂર હોય, રેજ પ્રત્યુપેક્ષણ-પ્રમાર્જને થઈ શકે તેટલા અવગ્રહની યાચના કરવી.
૨. વારંવાર અવગ્રહાનુજ્ઞાની જયણ–એક વાર વસતિના માલિકે સમુચ્ચયથી આખી વસતિ ઉતરવા આપી હોય છતાં જ્યારે જે જે અવગ્રહની જરૂર પડે ત્યારે પુનઃ માલિકની અનુજ્ઞા મેળવવા ઉચિત જયણા કરવી.
૩. અવગ્રહનું અવધારણ–વસતિ ગ્રહણ કર્યા પછી ચેકકસ પણે પ્રત્યુપેક્ષણ–પ્રમાર્જના કરી યાચિત ઉપયોગ માટે-“મારે આટલે અવગ્રહ અનુજ્ઞાત કરેલ વાપરવે”—એવો સ્પષ્ટ અવધારણાત્મકપણે અવગ્રહને ચેકસ કર.
૪. સમાન ધાર્મિક પાસે અવગ્રહયાચન–વસતિના માલિકે અનુજ્ઞા આપ્યા પછી પણ તે વસતિમાં પ્રથમથી રહેલા સાધર્મિક-સાંગિક કે અસાંગિક-સાધુ સાધ્વી પાસેથી પુનઃ વસતિ આદિની યાચનાની જયણું કરવી.
૫. આપેલા જ ગોચરી પાણી વાપરવા–ગૃહસ્થ વહેરાવેલ જ ગોચરી–પાણી વાપરવાને ઉપયોગ રાખવે, ગૃહસ્થ પાસેથી વાપરવા માટે અનુજ્ઞાત નહિ કરાયેલ કંઈ પણ ચીજ ન વાપરવી.
ચેથા મહાવ્રતની પાંચ ભાવના स्त्रीषण्ढपशुमद्वेश्मासनकुड्यान्तरोज्झनात् । सरागस्त्रीकथात्यागात् प्रागरतस्मृतिवर्जनात् ॥ स्त्रीरम्यांगेक्षणस्वांगसंस्कारपरिवर्जनात् । प्रणीतात्यशनत्यागादू ब्रह्मचर्य तु भावयेत् ॥
( શ્રી યોગશાસ્ત્ર પ્ર. ૧, લે. ૩૦-૩૧)