________________
: ૮૬ :
શ્રમણ ધમ કેવા ?
(૪) સંયમના સત્તર પ્રકાર
पुढवि दग अगणि मारुय, वणस्सइ बितिचउपणिदि अजीवो । पेहु - पेह - पमजण, परिट्ठवण मणोवईकाए ॥ ફ્ ॥ ( શ્રી એધનિયુક્તિ સૂત્ર. ) ચારિત્ર–સવ વિરતિ સ્વીકાર્યાં ખાદ તેના પ્રાણુસ્વરૂપ અશુભ વ્યાપારના પરિહારને ટકાવવા જાણ્યે અજાણ્યે પણ પાપ પ્રવૃત્તિથી વિરતિના અણુધાર્યાં પણ ભંગ થઇ જવા ન પામે તે માટે શાસ્ત્રકારાએ સયમના સત્તર પ્રકાર વવી તેના પાલન માટે ઉપર્યુક્ત બનવા ભારપૂર્વક સમન કર્યું' છે.
૧ થી ૫. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય સયમ.
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયની સૂક્ષ્મ કે માદર વિરાધના થઈ જાય તેવી પ્રવૃત્તિ ન કરવી.
૬ થી ૯. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પચેન્દ્રિય સયમ.
એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવાને પરિતાપના, કિલામણા કે વિરાધના થાય તેવી પ્રવૃત્તિ ન કરવી.
૧૦. અજીવકાયસયમ—સુંદર, દેખાવડા, માહક પદાર્થોના ઉપયાગ સયમના સાધન તરીકે પણ ન કરવા તે. અગર ઠાકર વાગવા આદિના પ્રસંગે અજ્ઞાનવશ તે પત્થર આદિ પર શ્વાનવૃત્તિને પ્રદર્શિત કરનાર થતા રાષાદિનેા સયમ કરવા. ૧૧. પ્રેક્ષા સંયમ—પ્રત્યેક કાર્ય કરતાં પહેલાં વિચારપૂર્વક ચક્ષુપડિલેહણા આદિના ઉપયાગ રાખવા.