________________
દશ યતિધર્મ આ પાંચે ઈન્દ્રિયેના વિષયભૂત સારા કે બેટા સ્પર્શ રસ, ગંધ, રૂપ અને શબ્દ ઉપર રાગ-દ્વેષને ત્યાગ કરવો અને ઈન્દ્રિની પ્રવૃત્તિ સમભાવે કેળવવા પ્રયત્નશીલ થવું.
૩૮ થી ૬૩ પચ્ચીસ પ્રકારની પડિલેહણું–વસ્ત્ર કે મુહપત્તિની પ્રતિલેખનાના ધ્યાનમાં રાખવા લાયક પચીસ પ્રકારે (સમ્યક્ઝારિત્ર વિભાગના પડિલેહણા અધિકારમાં કહેવાશે.
૬૪ થી ૬૬ ત્રણ ગુપ્તિ-મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ ટેકવી.
૬૭ થી ૭૦ ચાર પ્રકારના અભિગ્રહ–આદર્શ સાધુતાના પ્રકૃષ્ટભાવને મેળવવા તથા શરીરાદિ દ્વારા પરિષહ-સહનાદિ કરવાની સમર્થતા કેળવવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અભિગ્રહ ધારવા.
ઉપર મુજબ ચારિત્ર લીધા પછી તેમાં દઢતા મેળવવા તદુપયોગી માનસિક વિચારેની શુદ્ધિ અને દઢતા મેળવવા ઉપયોગી કરણસિત્તરીના સિત્તેર ભેદે સ્મૃતિપથમાં રાખી વિશુદ્ધિપૂર્વક આદર્શ સંયમનું આસેવન કરવા તત્પર થવું. (૯) ગોચરીના બેંતાલીશ અને માંડલીના
પાંચ દોષ. सोलस उग्गमदोसा, सोलस उप्पायणाय दोसा उ । दस एसणाय दोसा, संजोयमाइ पंचेव ॥ १ ॥
(શ્રી મહાનિશીથ સૂત્ર ) ૧૬ ઉદ્દગમ દેશે–આહારાદિ બનાવતાં શ્રાવકથી લાગતા દે.