________________
સમ્યગૂ જ્ઞાનની મહત્તા મોક્ષમાર્ગની આરાધનાની યથાર્થતા માટે અન્ય સર્વ સાધને કરતાં જ્ઞાનની મહત્તા વધુ છે, કારણ કે–પ્રત્યેક પ્રવૃત્તિની સારમયતાને આધારસ્તંભ જ્ઞાન છે. જ્ઞાન સાધ્ય સાધનને યથાર્થ વિવેક કરાવી સાધક-બાધકના વિવેચનમાં સહકારી થઈ ગ્ય માર્ગે દોરી શકે છે, અન્યથા સાધન સામગ્રી-સંપન્ન દશામાં પણ યથાચિત એજન કરવાના જ્ઞાનના અભાવે છતી સામગ્રીએ ભૂખે મરવાની જેમ આત્મકલ્યાણ સાધનની યથાર્થતા સાધી જીવનને ઉજ્જવલ બનાવનાર પણ ઉત્તમ માનવભાવાદિની પ્રાપ્તિ લગભગ નિરર્થક નિવડે છે.
માટે આ વિભાગમાં સંયમની આરાધનાના ચોક્કસ લક્ષ્ય કેન્દ્રરૂપ સમ્યગદર્શનની દઢતા મેળવ્યા પછી કેન્દ્રિત લક્ષ્યને પહોંચી વળવાં અને થતી ઉત્સાહભેર પ્રવૃત્તિને ફલવતી બનાવવા પ્રત્યેક આદર્શ આરાધક પ્રાણુને યાચિત મેળવવા લાયક મુષ્ટિજ્ઞાનરૂપ ટૂંકા પણ આદર્શ જ્ઞાનરૂપ પ્રકારને વિવિધ રીતે આયોજીને મુદ્દાસર વર્ણવેલ છે.