________________
આત્મવિચારણા
વર્તમાનનું મારું જીવન અને શાસ્ત્રમાં બતાવેલા મુનિના આચાર-વિચારે આ બે સામે નજર નાખતાં સહેજ પણ પરિણત સાધુપણું મારામાં જણાતું નથી! - હવે શાસ્ત્રના મુનિપણાના આચારો સાથે મારા જીવનને મેળ કઈ રીતે મેળવવું ? વીતરાગ પરમાત્માની આજ્ઞાના બંધારણમાં મારા આત્માને કઈ રીતે લાવો ?
સુખ શેલીયા પણું વારંવાર આવી જાય છે? મનને સ્થિર રાખવાના પ્રયત્નમાં સફળતા મળતી નથી!
કષાયે એની આડમાં થઈ રહેલ વૃત્તિઓનું પિષણ કાતીલ છૂરીઓની માફક મારા આરાધનાના મર્મને ભેદી રહી છે!
સંઘયણ બળની ખામીના નામે મારી નિર્બળતાઓનું થતું પિષણ મને મુંઝવે છે?
શરીર વારંવાર આડાઈ કરીને રીસાઈ જાય છે. અનુકૂલતાની ઈચ્છા છાતી ઉપર વારંવાર ચઢી બેસે છે. પ્રતિકૂલતા તે સહેજ પણ ગમતી નથી.
કર્મની નિર્જરામાં અને માર્ગની સ્થિરતામાં કલ્યાણ મિત્રનું કામ કરનારા પરીષહ આવતાં પહેલાં રેકી દેવાનું મન થાય છે.
આ સંસાર આંખે કાઢી ડરાવે છે.