________________
હિતશિક્ષા
૫૫.
થાય. આ અવસ્થાએ પહોંચતાં સુધી આટલી તે સાવચેતી અવશ્ય રાખવી કે જેથી કઈ દુવિચાર તે પેદા ન જ થાય, આ માટે સદા જાગરુક-સાવધ રહેવું.
૨૮. કેઈ અપમાન કરે, ટેણું મારે કે અપશબ્દો સંભળાવે છે તેથી ઉત્તેજિત ન બનવું પણ વિચારવું કે-આ બધી શબ્દલીલા છે, મિથ્યાજ્ઞાનને વિલાસ છે.
૨૯. ઈન્દ્રિય અને ચિત્તવૃત્તિને કાર્યશૂન્ય ન થવા દેવી, કેઈપણ શુભ પ્રવૃત્તિમાં રોકી રાખવી. છેવટે શ્રી નવકારમહામંત્રના સ્મરણનો અભ્યાસ વધુ પડતે રાખી કાર્યશૂન્ય દશામાં તેનું રટણ ચાલુ રાખવું.
૩૦ સ્પર્શ, દષ્ટિ, આચાર અને વિચાર-આ ચાર વિકારવાસનાના ઉત્પત્તિસ્થાને છે, માટે તે ચારેને સંયમિત રાખી શુભમાં પ્રવર્તાવવા ઉદ્યમી થવું હિતકર માની તેના માટે સતત સાવધ રહેવું.
૩૧. “બેલે એાછું, કરો વધારે” ના સૂત્રને જીવનમાં વણી નાંખવા. તેલી–માપીને બેલવાને ઉપગ રાખ અને આવી રીતે બોલેલા વચનને પ્રાણુતે પણ નભાવવા માટે કટિબદ્ધ બન્યા રહેવું.
૩૨. આચાર, વિચાર અને ઉચ્ચાર ત્રણેની એકતા જ જીવનના પરમનિગૂઢ રહસ્યભૂત તત્વને પમાડી શકે છે, માટે બનતા પ્રયત્ન આ ત્રિપુટીને વિસંવાદિત ન બનવા દેવી..
૩૩. બહુધા જગના પ્રાણીઓએ કરેલી પ્રશંસા એટલે