________________
જે
કલ્યાણકારીહિ.......શિ.ક્ષા
.
“જીવનમાં જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે આરાધનાના મહત્ત્વની સુવ્ય વસ્થિત ગોઠવણી માટે જરૂરી ભૂમિકાનું ઘડતર નીચે જણાવતા અનુભવસત્ય નક્કર જીવનસિદ્ધાંતોના સક્રિય પાલનથી થાય છે. માટે દરેક વિવેકીએ મનન પૂર્વક વાંચી અમલ કરવો જરૂરી છે.” - ૧. પ્રતિદિન પિતાની જરૂરીયાતને ઓછી કરવી.
૨. જે સમયે જેવી પરિસ્થિતિમાં હોઈએ કે આવી પડીએ તે સમયે સ્વયં પ્રચંડ મહાવાતના કેરાથી નમી જતા તૃણની જેમ સમજ વિવેકપૂર્વક તે પરિસ્થિતિને અનુકુળ બની વર્તવું પણ પરિસ્થિતિને અનુકુળ બનાવવાની નાહક ગડમથલ ન કરવી.
૩. કઈ પણ વસ્તુ પર મેહ-રાગદષ્ટિ ન કેળવવી.
૪. જે કંઈ આપણી પાસે હોય તેમાંથી બીજાને ભાગીદાર બનાવ. એટલે તેમાંથી થોડું-ઘણું પણ નિરાશસભાવે ત્યાગ કરવાની બુદ્ધિ કેળવવી.
પ. કેઈની પણ સેવા કરવા માટે સદા તત્પર રહેવું પણ તેમાં આત્મભાવ કે ગુણાનુરાગના લક્ષય સિવાય, સ્વાર્થ, કીર્તિ, લાલસા કે કઈ જાતની આશંસાનું લક્ષય રાખવું નહિ.