________________ પ્રવાસીની શોધ વિજયચંદ્ર આ વાત ભાભીના મુખથી જાણી પૂછ્યું. “તે હે. ભાભી! આ રાક્ષસનું એવું કઈ મર્મસ્થાન તમે જાણી લે કે જેથી તેને મારી શકાય. કારણ કે તમારા પર એને ઘણો. વિશ્વાસ છે.” વિજ્યાભાભી હસી પડી. બોલી, “એ પણ જાણું છું. જ્યારે આ રાક્ષસ સૂવે છે ત્યારે જે તેના પગના. તળીયા ઘીથી મર્દન કરવામાં આવે તો તે ઘણીવાર અચેતન પડી. રહે છે અને તે અવસરે કઈ તેને મારી શકે. પણ વસ્તુ સ્થિતિ એ છે કે જે કઈ સ્ત્રી તેને મર્દન કરે તો તેને નિંદ્રા આવતી જ નથી. પુરુષ મર્દન કરે તે જ તેને નિદ્રા આવે છે. પણ તેને જે. ખબર પડે કે આ મર્દન કરનાર પુરુષ છે તે તે રાક્ષસ તેને મારી. જ નાખે.” આ હકીકત મારી ભાભી પાસેથી જાણી લીધી હવે હે પ્રવાસી ! આ મારૂં નગર ઉજજડ થયું એનું કારણ જે આ રાક્ષસ છે તેને મારવા માટે તમારી જરૂર છે. તમે આકૃતિ પરથી પરોપકારી જણાઓ છે. તો મને સહાય કરે તે આ રાક્ષસને હું મારી શકું. આપનું નામ શું છે? અને શું આપ. મને સહાય કરવા તૈયાર છો?” આમ વિજયચંદ્રકુમારે ગુણવર્માને કહ્યું, ગુણવર્માએ કહ્યું,” મારું નામ ગુણવર્મા છે અને હું રાજકુમાર ! જરૂર હું તમને સહાય કરીશ. મારી એ ફરજ છે, માનવ માનવના કામમાં નહિ આવે તે કેણ આવશે ?" રાજકુમાર હર્ષિત થઈ ગયા. આજે એના મનને થયું કે એવો મધુર મિત્ર મળ્યો છે કે જાણે તેને તેનું રાજ્ય પાછું મળી. ગયું છે. રાત્રીએ બનેએ મળી એક યુક્તિ ઘડી કાઢી. એ યુક્તિ, શું હતી? એ ભવ્ય મહાલયના પલંગ પર સુતા સુતાં ગુણ વર્માએ શેાધી હતી. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust