________________ 174. સતી મલયસુંદરી તે આદ્ર ધ્યાને મરણ પામી મત્સ્ય થઈ હતી. મલયસુંદરીને મુખથી નવકાર મંત્ર સાંભળી તે જાતિસ્મરણ જ્ઞાન પામી. પિતાની પૂર્વભવની પુત્રીને ઓળખીને તેને થયું—આ મારી કન્યા કોઈ કારણે સમુદ્રમાં પડી છે તે તેને મદદ કરું. આમ વિચારી તેણે પૂર્વભવના નેહે જાળવીને સાગરતિલક નગરના કિનારે મૂકી. સ્નેહથી વારંવાર જે તે મત્સ્ય સમુદ્રમાં ચાલ્યા ગયે. A રાજા સુરપાલે પૂછ્યું. “ભગવંત! હવે તે મત્સ્ય કઈ ગતિમાં જશે?” ભગવંતે કહ્યું.” રાજન ! તે નવકારનું સ્મરણ કરતો તથા નાના મત્સ્ય વિગેરે માંસને ત્યાગ કરતો તે જીવ નવકાર મંત્રના શુભ ધ્યાને દેવલેકમાં જશે.” સુરપાલ રાજાએ પૂછ્યું, “ભગવંત! આ મારા પુત્ર મહાબલ અને પુત્રવધૂ મલયસુંદરીએ પૂર્વભવમાં એવું શું કર્યું હતું કે વિયેગ, દુઃખ, સુખ વિગેરે તેને પ્રાપ્ત થયું? કેવલી ભગવંતે તેમને પૂર્વભવ સવિસ્તાર કહેતાં કહ્યું કે “આ પૃથ્વી સ્થાનપુરમાં પૂવે_પ્રિય મિત્ર નામે ગૃહપતિ રહેતું હતું. એની પાસે સમૃદ્ધિ હતી પણ સંતાન કેઈન હતું. તેને રૂદ્રા-ભદ્રા અને પ્રિયસુંદરી નામે ત્રણ ભાર્યા હતી. રુદ્રા અને ભદ્રા બન્ને સગી બહેન હતી. તેમને પરસ્પર અત્યંત પ્રીતિ હતી. પ્રિય મિત્રને પ્રિય સુંદરી પ્રત્યે ગાઢ પ્રેમ હતે પણ આ બને સ્ત્રીઓ રૂદ્રા, ભદ્રા પ્રત્યે લેશ પણ પ્રેમ ન હતું. આ બન્ને વારંવાર પ્રિયસુંદરી પ્રત્યે કલેશ કર્યા કરતી. શેક્યને સ્નેહ કે હોય તે જગત ક્યાં નથી જાણતું ? આ કલેશને અગ્નિ વધતું જતું હતું. પ્રિય મિત્રને એક મદનપ્રિય નામે પ્રિય મિત્ર હતું. તેના મિત્ર મદનને પણ પ્રિયસુંદરી પ્રત્યે ગાઢ અનુરાગ હતા. એકદા મદન ઘેર આવેલ ત્યારે તે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust