________________ પૂર્વભવ 175 પ્રિયસુંદરી એકલી હતી. રૂપ અને લાવણ્યથી દીપતી એ સુંદરી પ્રત્યે મદનને કામવિકાર જાગૃત થયે. તેણે એકાંતને લાભ લેવા સુંદરી પ્રત્યે વિષયવાસનાની યાચના કરી. સુંદરીને સ્વાભાવિક પતિના મિત્ર તરીકે તે મદન પર આદર હતે. પણ એના મનમાં વિકાર ન હતું. તેનું હૃદય પવિત્ર હતું. પતિ પ્રત્યે પ્રમાણિક હતું. તેથી તેની એ યાચના એણે ધિક્કારી કાઢી અને આ સંબંધ યુક્ત નથી એમ એને સમજાવવા લાગી. જેમ જેમ આ પિતાના શીલધર્મમાં દઢ અને સમજાવટભરી વિનંતી કરતી હતી તેમ તેના તનમ્ર સ્નેહવાળાં વચને બોલી તેની પાસે વિષયની નિર્લજજ યાચના કરવા લાગ્યો. એ જ સમયે એકાએક પ્રિય મિત્ર ત્યાં આવી ચઢયો. બારીમાં ગુપ્ત ઊભા રહી આ પરિસંવાદ તેણે સાંભળે. સર્વ વૃત્તાંત જાણી તેને તેની સ્ત્રી પ્રત્યે બહુમાન થયું અને મિત્ર પર કેધ ચઢયો અને તેણે તેની એ સર્વ વાત પિતાના બાંધવ અને સ્વજનેને કરી. તે બધાએ ભેગા થઈ મદનને એટલે બધે તિરસ્કાર કર્યો કે તેને શહેર તજી ચાલ્યા જવાની ફરજ પડી. ચંદ્રયશા કેવલીની આ વાત સાંભળી કેટલાક જૂના વૃદ્ધજને વચમાં બેલી પડ્યા. “ગુરૂ ભગવંત! આપની વાત તદ્દન સાચી છે. અમે પૃથ્વીસ્થાનપુરના જ છીએ. અને એ પ્રિય મિત્રનું ઘર હાલ બીજા કોઈના કબજામાં છે એ વાત અમે જાણીએ છીએ. પછી શું થયું ગુરૂદેવ ?" ચંદ્રયશા કેવલીએ કહ્યું. “ત્યારબાદ તે એક દિશામાં ચાલવા લાગ્યા. બબ્બે ઉપવાસ થઈ ગયા. એમ ચાલતાં ચાલતાં એક અટવીમાં ગાયનું ટોળું તેના જેવામાં આવ્યું. તે ક્ષુધાતુર મદન ત્યાં પહોંચ્યો. અને એક ગેવાળીયા પાસે દૂધની યાચના કરી. તે દયાળુ P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust