________________ વૈરાગ્ય વાસિત મહાબલ સમગ્ર દુઃખનો પાર પામ્યા. પરમસુખના વાસી થયા. એવામાં પ્રભાતકાલ થયા. સૂર્યનારાયણે દર્શન દીધાં. શતબળ પિતાના દર્શનાર્થે ઘણું આડંબરી પૂર્વક સપરિવાર ઉદ્યાનને વિષે આવ્યા. જ્યાં મુનિ ઉભા હતા ત્યાં રાખનો ઢગલે જોઈ તેને ફાળ પડી. સંશોધન કરતાં મુનિના અર્ધ બળેલ ઉપકરણ અને હાડકાંના કકડા જોઈ તે સમજી ગયો કે કઈ હિંસક જાનવરે કે કેઈએ મુનિને ઉપસર્ગ કર્યો લાગે છે. એણે સૂક્ષ્મ તપાસ કરી અને માનવ પગલાં જોઈ પગલાંના આધારે સુભટોને મોકલ્યા. અને તે એકાએક પરમ વિષાદમય બની પિતા મુનિને યાદ કરતે જમીન પર તૂટી. પડે. અને ડીવારે વિલાપ કરતા કહેવા લાગ્યું–હે ગુરુ ભગવંત! હે તાત ! મને મુકીને કયાં ચાલ્યા ગયા? કેપ કરી તે કહેવા લાગ્યા કોને મારા પિતામુનિને જલાવી દીધા ? આ અભાગી શતબલ તું કે નિર્ભાગી કે પિતામુનિના દર્શન પણ ન કરી શકો? હે ગુરો ! તમારી કરુણા દષ્ટિ એકવાર પણ આ બાલ પર ન પડી? એકવાર પણ તમારી ધર્મદેશના શ્રવણ ન કરી ? મારા મનના મનોરથો મનમાં જ રહી ગયા ! કેવા ઉલ્લાસથી હું તમને વંદના કરવા આવ્યો અને આ શું થઈ ગયું? મને શું ખબર ! નહિ તે સાંજે જ આપની પાસે આવત! ખરેખર માનવી કાલ પર કામ રાખે છે તે આજે જ કરી લે તે કેટલે. લાભ થાય? કાલ કેણે દીઠી છે? જ્ઞાનીનું વચન ખરેખર સત્ય જ છે. વિધ યદુ વિધિસ્તસ્યા” એ લેક કે સાર્થક છે? માનવીનું ધાર્યું નથી થતું ભાગ્યાધીન જ બને છે શતબલ રાજા આમ વિલાપ કરતા હતા ત્યારે સુભટો એક ખીણમાંથી પગલાંના આધારે કનકવતીને શોધીને ચોટલાથી પકડીને ત્યાં લાવ્યા. રાજા તેને તાડના કરવા લાગ્યા. અને ખરી હકીક્ત પૂછવા P.P. Ac. Gunratnasuri MLS.Gun Aaradhak Trust