Book Title: Sati Malayasundari Charitra
Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri
Publisher: Sadgun Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 203
________________ 100 સતી મલયસુંદરી લાગે. ઘણે માર પડવાથી કનકવતીએ બધી વાત કરી દીધી. શતબલરાજાએ ઘણે માર મારી તેને મારી નંખાવી અને તે છઠ્ઠી નારકીમાં ઉત્પન્ન થઈ. અશુભ કર્મ ઉપાર્જન કરનાર પાપી ને પાપનું ફળ મળ્યું. તે પરમ દુઃખની ભાગી બની. | કનકવતીને મારવાથી પણ રાજાને ઘા ન રૂઝાયે. એના હૃદયમાં પિતૃ મરણનો શેક એ ઘેર વ્યાપી ગયો કે તેને સમગ્ર જગત પર કંટાળો આવ્યા. ઘણો સમય ગયે પણ તેને શેક ઓછો ન થતાં મંત્રીઓએ ઘણું સમજાવ્યું પણ તે ઉદાસ થઈ કઈ સારાં વસ્ત્ર પહેરતું નથી. ભેજન પણ અદ્ધર મને કરે છે. રામ લક્ષ્મણના કે કૃષ્ણ બળભદ્રના શોકની જેમ તેને શેક દિવસે દિવસે ગહેરો જ થતે ગયે. ના મંત્રીઓએ આ સમાચાર સહસ્ત્રબલ રાજાને જણાવ્યા તે ત્યાં આવ્યો અને તે પણ શેક સમુદ્રમાં પડ્યો. અને બને ભાઈ ત્યાં રહી ઉદાસ થઈ પ્રતિદિન કૃશ થતા ચાલ્યા. મહત્તરાનું આગમન :- બંને પિતાના ગુણને જેમ યાદ કરતા જાય તેમ તે શેકગ્રસ્થ થતા જાય. આ સમાચાર અવધિ જ્ઞાનથી મહત્તરા સાધ્વી મલય સુંદરીને પ્રાપ્ત થયા. તેઓ નિર્મળ ચરિત્ર પાળતાં અગિયાર અંગ ભણીને મહત્તરા પદને પામ્યા હતા. તેમને અવધિજ્ઞાન પણ પ્રાપ્ત થયું હતું. તે જ્ઞાનના બળે બને ભાઈને શોકને જાણે તેઓને સાંત્વન આપવા માટે વિહાર કર્યો. માર્ગમાં અનેક ભવ્ય જીને પ્રતિબોધ કરતા, ધર્મ રંગે રંગતા અને જ્ઞાન સુવાસ ફેલાવતા મહત્તરા સાધ્વી સાગરતિલકનગરના ઉદ્યાનમાં પધાર્યા. સાથે પરિવાર પણ વિશાલ હતો. મહત્તરાના મુખ પર અપૂર્વ તેજ લહેરાતું હતું. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205