________________ 191 વૈરાગ્યવાસિત મહાબલ આત્મા તપ અને જ્ઞાનથી વિશિષ્ટ ચમકતો હતો. જ્ઞાનગરિમાથી દીપતા સાથ્વીવૃંદના અધિનાયક મલયસુંદરીશ્રીને આવ્યાં જાણી વનપાલકે રાજા શતબલને વધામણી આપી. રાજા શતબલે ઉદ્યાનપાલકને ભેટ અલંકારથી સંતુષ્ટ કર્યો. હર્ષથી રોમાંચિત થઈ તે તુરત જ સપરિવાર મહત્તરા સાધ્વીને વંદના કરવા આવ્યું. સાધ્વી માતાના મુખારવિંદનાં દર્શને જ તેને ઘણા સમયને ગહેરો શેક ઉડી ગયે. સાધ્વીજીએ ગંભીર મધુર વાણીથી દેશના આપી. માનવભવની દુર્લભતા ક્ષણભંગુરતા -સમાવી. ધર્મની મહત્તાનાં દર્શન કરાવ્યાં. સંયોગ ત્યાં અવશ્ય વિયેગ છે જ. એ ચક્ર ચાલે જ જાય છે. એને હરખ-શોક શાને ? તીર્થકરે પણ સદા કાલ આ પૃથ્વી પર રહેતા નથી. એમને પણ વિયોગ અસહ્ય છતાં સહ પડે છે. છતાં જે પિતાની સાધના કરી સિદ્ધિને વરે છે તેને માટે જગતમાં દેવો પણ તેને ધન્યવાદ આપે છે. તેનો મહોત્સવ કરે છે. તમારા પિતા તો મુક્તિને વર્યા છે. જેમ કારાગારમાંથી બંદી છૂટો થાય તો તેના સ્નેહીને હર્ષ ન થાય ? તેમ તમારા પિતા તો સંસાર કારાગારમાંથી છૂટા થયા છે. માટે હર્ષના સ્થાને શેક શાને ? તેઓ તો કર્મવેરીને હરાવી જયશ્રી વર્યા છે. જયશ્રી વરનાર સુભટને મહોત્સવ કરે. શાકને તજી દો. હે રાજન્ ! મુક્તિ મહોત્સવ કરો....આનંદો ! સાદેવી માતાએ રાજા શતબલના સંસારના આનાદિના ઘા રૂઝાવી દીધા. પિતાના મુક્તિ ગમનનો શેક પણ મહાત્સવમાં પલટવ્યો. - આ રીતે અનેક જીવને પ્રતિબંધ કરી રાજા શતબલને પણ વ્રત નિયમ આપી જૈન શાસનની પ્રભાવના કરી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust