________________ 188 સતી મલયસુંદરી ઘણા સ્થળે ફરતી ગાનુગ તેજ વનઉદ્યાનમાં આવી મહાબલને જોઈને તેણે ઓળખી લીધા. આજ સુરપાલના પુત્ર મહાબલ છે. મુનિ વેશમાં છે–એકાકી છે. વાહ વેર વાળવાનો ઘણો સુંદર સમય છે-એને જોતાં જ તેનામાં વૈરાગ્નિ પ્રદીપ્ત થયો. આ મારી વાત અત્રે કરશે તે મને અહીંથી પણ લેકે કાઢી મુકશે એ વિચારે તે પાપિટ્ટા તેમને મારવાનો વિચાર કરવા લાગી. નગરમાં જઈ તે અગ્નિ લઈ આવી અને આજુબાજુથી કાષ્ટ ભેગાં કરી તે સમભાવે રહેલા મુનિના શરીરની આસપાસ વીટી દીધા. અને અગ્નિને બળતે ચિરાગ લઈ લાકડામાં અગ્નિ લગાવી દીધે. આગની જવાળાથી કાષ્ટ ભડકે બળવા માંડ્યા. સમભાવે સ્થિત મહાબલમુનિના જાણે કર્મ કાષ્ટ બળવા લાગ્યું. (મુનિ મહાબલ આમરણાંત ઉપસર્ગ આવ્યે જાણી આત્માને પ્રશમ રસભાવમાં ઝીલતા સુંદર ધ્યાન ધારા પર ચઢતા આત્માને સમજાવવા લાગ્યા. “હે ચેતન ! આ કર્મ ખપાવવા માટેનો મહોત્સવ તારે માટે આવ્યું છે. આત્મજાગૃતિનું આ ટાણું આવ્યું છે. સામે જ કિનારો દેખાય છે. હવે તું આ સિદ્ભાવના શ્રેણી રૂપ વહાણને સ્થિર રાખજે. નારતિયચમાં તે અનેક દુઃખ વેઠયાં છે. તેમાં તું હવે આ દુઃખથી ડરીશ નહિ. આ સ્ત્રી પર પણ તું જરાય અભાવ ન લાવીશ. આ દેહ મંદિરમાં રહેલ આત્મા અને શરીર બને જુદાં છે. આ બળે છે તે દેહ તારો નથી. આત્મા બળતા નથી. તું બળતું નથી. આત્મા અજર છે, અમર છે. આ કનકવતી તે તારી મિત્ર છે. કર્મને બાળવામાં સહાયક છે. અને સકલ જીવ રાશી પર ક્ષમાભાવ રાખ, “આમ એ શ્રપકશ્રેણિ પર આરૂઢ થઈ કેવલજ્ઞાન પામ્યા અને અંતકૃદકેવલી થઈ મુક્તિ પામ્યા. અજરામર સ્થાનને પામ્યા. P.P. Ac. Gunratnasuri Nu8. Gun Aaradhak Trust