Book Title: Sati Malayasundari Charitra
Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri
Publisher: Sadgun Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 200
________________ ભૈરાગ્ય વાસિત મહાબલ 187 સંયમ લીધા બાદ ત્યાંથી તે બન્ને તથા ગુરુ ભગવંત વિહાર કરી ગયા, બનને રાજાઓ નૃતન મુનિની તેજસ્વિતાને યાદ કરતા ઘણા દિવસ સુધી સ્મરણ કરતા રહ્યા. મહાબલ મુનિ પણ ગુરુ પાસે ગ્રહણ સેવન વિગેરે શિક્ષા સહન કરતા સ્વાધ્યાય તપમાં ડગલા ભરતાં નિત્ય નવીન તપ જપમાં પ્રગતિ કરતાં અનુક્રમે ગીતાર્થ બન્યા. સાધ્વી મલયસુંદરી પણ ખડગધાર સમાન વ્રતને પાળતાં. સાથ્વીગણમાં થેડા જ સમયમાં અગ્રેસર મહત્તરા બન્યાં. શતબળ તથા સહસ્ત્રબળ બને રાજાઓને પણ પરસ્પર અત્યંત પ્રેમ હતો. તે પિતાએ આપેલ વ્રત નિયમને યાદ કરતા રાજ્યનું પાલન કરતા હતા અને ધર્મમાં સાવધાન બન્યા હતા. મહાબલ સુનિ પરમ ગીતાર્થ થવાથી ગુરુએ તેમને એકાકી વિચરવાની આજ્ઞા આપી વ્રત-નિયમમાં મેરુ જેવા અડગ તે પૃથ્વીતલ પર વિચરતા સાગરતિલકનગરના ઉદ્યાનને વિષે સાયંકાળે આવ્યા. કનકવતીને ઉપસર્ગ સાગરતિલકના રાજ શતબલને વનપાલકે વધામણી આપી કે આપના પિતા મુનિ મહાબલઋષિ ઉદ્યાનમાં પધાર્યા છે. શતબલના આનંદનો પાર ન રહ્યો. મુગટ સિવાયના બધા જ અલંકારે વનપાલકને દાનમાં આપી દીધા અને હર્ષથી રોમાંચિત થયેલ તે રાજાએ વિચાર્યું-“અહો! આજે અકાલે આમ્રવૃક્ષ ફળ્યું–કલ્પવૃક્ષ ચિતામણી સન્મુખ આવ્યું. હવે સમગ્ર નગરને પરિવારને લઈ ઘણા આડંબરપૂર્વક જઈ પિતા મુનિની દેશના શ્રવણ કરું અને એ વિચારે સમગ્ર પરિવારને તૈયાર થવા સૂચના કરી. મહાકટે તેણે રાત્રી વિતાવી. એ રાત્રીએ મહાબલત્રષિ કાઉસગ્ગ ધ્યાનમાં લીન બની આત્મસાધન કરતા ઉભા હતા તે સમયે કનકવતી. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205