________________ 182 સતી મલયસુંદરી મહાબલ ગી સાથે વિદા સાધતું હતું ત્યારે શબ લાવવા જતાં તે ભૂત જ શબમાં પેસી બોલ્યો હતો કે મને ઊંધે ટાંગેલે દેખી હસે છે શું ? તારી પણ એજ દશા આવતી કાલે થવાની છે. પૂર્વ ભવે નોકરને જે તીવ્ર કષાયથી કહેલા શબ્દો તે ઉદયમાં આવ્યા અને મહાબલને આ જન્મમાં ઉંધા ટીંગાઈને ઘણું દુ:ખ સહન કરવું પડ્યું. કરેલાં કર્મ કે ને છોડતાં નથી, માટે કર્મ બાંધાતાં વિચાર કરે. પૂર્વભવમાં રૂદ્રાએ પતિની વીંટી લેભથી ચોરી લીધી હતી. તે સુંદર લેતાં જોઈ લીધી. પ્રિયમિત્રે તે વીંટીની ઘણી તપાસ કરી પણ તે વીટી મળી નહિ. શેઠને વિકલ દેખી ભદ્રાની હાજરીમાં જ સુંદરે કહ્યું. “શેઠ! તમે તે વીટી રુદ્રા પાસે કેમ માંગતા નથી?” આ સાંભળી કેથી રૂદ્રા બોલી " અરે દણ સુંદર ! કપટી ! નાકકટા ! મારા વેરી તું શા માટે જુઠું બોલે છે ? મેં ક્યાં શેઠની વીંટી લીધી છે ?" રૂદ્રાના રૌદ્ર એવાં ભયંકર શબ્દો તે બિચારે પરાધીન નેકર સાંભળી રહ્યો. જુઠું બોલનાર શેઠાણીને તે શું કહી શકે? પ્રિય મિત્ર સામ, દામ, ભેદ, દંડની નીતિથી આખરે રુદ્રા. પાસેથી વીંટી કઢાવી અને આપસમાં તેની હલકાઈ કરાવી. રુદ્રાએ આ જે કર્મ બાંધેલ તે આ ભવમાં કનકવતી થઈ. જ્યારે તે શબને આલીંગન કરવા ગઈ ત્યારે તે ભૂતે (નોકરના જીવે) પૂર્વભવને બદલે લીધે. નાકકટા કહેલ તેથી તે કનકવતીનું નાક કરડી ખાધું. પૂર્વભવમાં મદનને સુંદરી પર મોહ હતો. તેથી આ ભવમાં પણ તે કંદર્પ થયેલ (મદન) તેને મલયદરી પર ગાઢ આસક્તિ થઈ. પૂર્વભવમાં મહાબલ મલયસુંદરીએ બાર વ્રત પાળ્યા. તથા મુનિને દાન આપેલ તે શુભ કર્મથી આ ભવમાં ઉત્તમ કુલ અને રાજપુત્ર તથા રાજકન્યા થયા. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust