________________ 180 સતી મલિયસુંદરી બાદ મુનિરાજ પણ અકસમાત તે પ્રિય મિત્રને ઘેર જ ગોચરી માટે આવ્યા. બન્નેએ–દંપતીએ ભાવપૂર્વક મુનિને આહાર પાણી વહોરાવ્યા. મુનિ પણ ધર્મલાભ આપી વિદાય થયા. પરસ્પર પ્રેમવાળા આ દંપતી શ્રાવક ધર્મ પાળવા લાગ્યા. - પ્રિયમિત્રની બે સ્ત્રીઓ રુદ્રા અને ભદ્રાને પરસ્પર પ્રેમ હતે પણ એકદા આપસમાં મહાન કલેશ થયો. થોડીવારે એ કલેશ શમી જતાં બન્નેને મનમાં પશ્ચાત્તાપ થયે. બન્ને ભેગા મળી વિચારવા લાગ્યા. “આપણને ધિકાર છે. આપણા ઘરમાં કલેશ શાંત જ થતો નથી. આપણે પરસ્પર પ્રેમ હતો તે પણ કલેશ થયે. પતિને તો તે સુંદરીએ સ્વાધીન કર્યો છે. હવે આપણે શું સુખ છે? તે કૂવામાં પડી આપઘાત જ કરીએ." અને બનેએ પોતાની પાસેની મિલક્તનું યથાશક્તિ દાન કરી કૂવામાં પડી આપઘાત કર્યો. મરણ પામ્યા બાદ રદ્રા નામે સ્ત્રી જયપુરના રાજા ચંદ્રપાળને ત્યાં કન્યા રૂપે થઈ તેનું નામ કનકવતી. તેને રાજા વીરધવલ સાથે પરણાવી. બીજી ભદ્રા મરીને તે વ્યતર જાતિમાં વ્યંતરી થઈ એકદા તે ફરતી ફરતી પૃથ્વી સ્થાનપુરમાં આવી. પ્રિય મિત્ર ને સુંદરીને પરસ્પર પ્રેમમગ્ન જોઈ તેને પૂર્વભવનું વર યાદ આવ્યું. ઘરમાં શાંત પરસ્પર લીન સૂતેલા દંપતી પર પોતાની દૈવી શક્તિથી ઘરની ભીંત પાડી, તે ચાલતી થઈ. તે બને શુભ ભાવે મરણ પામ્યાં અને પ્રિય મિત્રને જીવ તે હે રાજી સુંદરીને જીવ તે વરધવલ રાજાની કન્યા મલયસુંદરી થઈ. તે બને આ ભવમાં પણ પતિ-પત્ની થયાં. પૂર્વજન્મની ભદ્રા સ્ત્રી, જે જન્મે વ્યંતરી થઈ હતી. તેણે મહાબલને જોઈ તેને મારવા પ્રયત્ન કર્યો પણ પુણ્યની પ્રબળતાથી મહાબલને તે મારી ન શકી. ત્યારે રાજમંદિરમાં P.P. Ac. Gunratnasuri ML8. Gun Aaradhak Trust