Book Title: Sati Malayasundari Charitra
Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri
Publisher: Sadgun Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 191
________________ 178 સતી મલયસુંદરી આમને ડામ દેવાથી તમને શું ફાયદો થશે? ચાલે આપણે આગળ વધીએ. હજુ ઘણે દૂર જવાનું છે.” આજ્ઞાભંગ નરેન્દ્રાણાં....એ ન્યાયે પ્રિય મિત્રને ક્રોધ છે. તેણે બીજા નેકર પ્રતિ નજર કરી કહ્યું. “અરે ચાકરો ! આ સુંદરને વડના ઝાડ સાથે ઉંધે બાંધે જેથી તેના સુકમલ પગને કાંટા ન વાગે.” પોતાના પતિએ પોતાનું ઉપરાણું લીધું જાણું સુંદરીને વધુ જોર ચઢયું. તે રથમાંથી નીચે ઉતરી અને મુનિ પાસે આવીને બેલી “અરે પાખંડી ! તારા આ અપશુકનથી અમારે સ્ત્રી-પુરુષને કદાપિ વિયેગ ન થાઓ ! અને અપશુકન તને જ નડે. તારા બંધુવને તને સદા વિયેગ થાઓ. તું તે ખરેખર રાક્ષસ લાગે છે કે ભયંકર લાગે છે?” અને આમ કહી તેણે મુનિ પર ત્રણવાર પથ્થરને પ્રહાર કર્યો એટલું જ નહિ કેધથી તેમનો રજોહરણ (મુનિપણાસૂચક ધર્મદેવજ-એ) ખેંચી લીધું અને તે રજોહરણને રથમાં નાખી, રથમાં તે બેસી ગઈ અને રથને આગળ વધવા આજ્ઞા કરી. પરિવાર પણ બેઠા પછી ધનંજયયક્ષના મંદિર તરફ સર્વ આગળ વધ્યા. યક્ષનું પૂજન કરી સર્વ પાછા વળતાં માર્ગમાં એક સુંદર વૃક્ષ નીચે સાથે લાવેલ ભાતુ વાપરવા બેઠા. આ સમયે ભેજન કરતાં પ્રિયમિત્રની એક દાસી–જે જિનધર્મની જાણકાર હતી તેણે સુંદરીને શાંત દેખી કહ્યું. “શેઠાણીબા ! તમોએ તે મહાવ્રતના ધારક, કૃપા સમુદ્ર એવા ક્ષમાવંત, તે મુનિને તજના–તાડના કરી, તે મહા ભયંકર કર્મ ઉપાર્જન કર્યું છે-એ ચીકણુ કર્મથી આત્મા બીજા ભવમાં મહાદુઃખ પામે છે.” આ પ્રમાણે કહી તે દાસીએ સાધુનું સુંદર સ્વરૂપ સમજાવ્યું. તેની પૂજા કરવી એ મહામંગલકારી છે. અપશુકન નથી. એ વાત કહી એમ તેણે આ વાત એવી રીતે કરી કે તે સ્ત્રી-પુરુષને મનમાં ઉતરી P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205