________________ પૂર્વભવ 177 એકદા પ્રિય મિત્ર સુંદરી સાથે ધનંજય યક્ષના મંદિરમાં દર્શનાર્થે જતો હતો. માર્ગે જતાં એ: -ક્ષ પાસે તેઓ આવ્યાં. ત્યાં તેમની સન્મુખ કોઈ તપસ્વી મુનિને આવતા જોયા. એ મુનિને જોઈ સુંદરી બોલી “અરે પ્રિય! આજે સવારમાં જ કયાં આ ઉઘાડા માથાવાળા મુંડના દર્શન થયાં. અપશુકન થયાં. હવે આપણી યાત્રા નિષ્ફળ જશે. અપમંગલ થયું. આમ બેલતી તેણે વાહન અને પરિવારને ત્યાં જ ઉભા રાખ્યા. આગળ જતાં અટકાવ્યા. જે જૈન મુનિઓ નિત્ય સ્વાધ્યાય ધ્યાન તપમાં રત છે, સ્વાર કલ્યાણની કામનાવાળા છે, પરમ મંગલભૂત છે તેને જેમ આજે કેટલાક નકામા કે અપશુકની માને છે તેમ તે સમયે પણ માનનારા જી હતા. પણ એ માન્યતા કેટલી નકશાનકારક છે તે આ ચરિત્રજ સમજાવે છે. સુંદરીની સુખાકૃતિ પર ક્રોધાવેશ જઈ ચાલ્યા આવતા સુનિએ વિચાર કર્યો કે અહો ! આજે કોઈ ઉપદ્રવ થાય એમ લાગે છે. સોનાની પરીક્ષા કસોટીથી જ થાય છે. આમ વિચારી સમભાવમાં લીન મુનિ ત્યાં જ કાઉસગ્નધ્યાને-શુભધ્યાને ઉભા રહ્યા. - આ મુનિને ઉભા રહ્યા દેખી સુંદરીએ વિચાર્યું-“અરે ! આ મુંડ તો આપણે ઉભા રહ્યા એટલે એ પણ અહંકાર ધરી ઉભે રહ્યો.” આમ વિચારી તેને કોઇ વળે. એટલે તેણે ચાકરને આજ્ઞા કરી–“સુંદર ! આ નજીકમાં બળતા ઈંટના નિભાડામાંથી અગ્નિ લઈ આવ કે જેથી આ પાખંડીને ડામ દઈએ જેથી આપણું અપશુકન દૂર થાય અને આને ગર્વ ઊતરી જાય.” તે સુંદર (ચાકર) બે -“સ્વામીની ! મારા પગમાં જેડા છે નહિ, તો ફેગટ કણ કાંટામાં જાય ? અને 12 P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust