________________ 176 સતી મલય, જિ ગોવાળીયાએ એક ગાયને દોહીને એક ઘડો ભરી દૂધ તેને પીવા આપ્યું. મદને વિચાર્યું', સામે તળાવના કિનારે જઈને વાપરું. આમ તે ઘડ લઈ તળાવના કિનારે આવ્યો. અને એ સમયે ભૂખ્યો છતાં તેના હૃદયમાં એક શુભ સંકલ્પ જાગૃત થયે. એણે વિચાર્યું. આ અવસરે કઈ અતિથિ, તપસ્વી આવે તે તેને આપીને હું દૂધ પીવું તે મારે જન્મ સફળ થાય. આખી જીંદગી કંઈ સુકૃત કર્યું નથી. એકાદ આટલું સુકૃત થાય તે પરદ્રવ્યથી પણ મારા જીવનમાં કમાણ થાય. આમ મને રથ કરતાં સદ્ભાગ્યે એક માસ ખમણુના તપસ્વી મુનિ પારણા માટે ગામ તરફ જતાં ત્યાંથી નીકળ્યા. તુરત તે દોડતે મુનિની પાસે આવી તેમના ચરણે પડ્યો અને શુદ્ધ ભાવે બોલ્યા “ભગવંત! આ દૂધ ગ્રહણ કરી મારે નિસ્તાર કરે. હે કપાળ મુનિ ! આ પાપી જીવને તારે.” મદનના આ શુભ ભાવ, દ્રવ્ય વિગેરે નિર્દોષ દેખી સુનિએ પાત્ર ધર્યું. અને તેણે અધિકા ભાલાએ દૂધ વહોરાવ્યું. મુનિ મહારાજ અર્ધા ઘડા જેટલું વહોરી ચાલતા થયા. ત્યાર બાદ તળાવની પાળ પર બેસી તે મદને બાકીના દૂધથી ઉદરપૂતિ કરી. ત્યારબાદ તે પાણી માટે તળાવમાં ઉતર્યો. પાણી પીતા હાથપગ ધતાં તળાવમાં ચીકાશના કારણે તેને પગ લપસ્ય. અને તે અધિક ઉંડે ખૂંચવા લાગ્યો. એણે ચીસાચીસ કરી. પણ તે નિર્જન સ્થાનમાં તેને કેણ બચાવે ? તે તળાવના અગાધજલમાં ડૂબીને મરી ગયે. મુનિદાનના શુભ ભાવથી મરીને તે મદન આ સાગર તિલક નગરના રાજા વિજયનો પુત્ર કંદર્પ નામે રાજા થયે. આ બાજુ પ્રિય મિત્ર સુંદરીની સાથે વિલાસ કરતો આનંદમાં દિવસે પાર કરતો હતો. પણ એથી રૂદ્રા અને ભદ્રાની સાથે એણે વેર બાંધ્યું. વિષમ સ્વભાવ એ વૈરનું પરમ કારણ છે, P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust