________________ પૂર્વભવ 179 ગઈ. તેઓ પોતાના દુષ્કર્મને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. વળી તે દંપતીએ તે દાસીની પણ ઘણી પ્રશંસા કરી. તેની નિર્માલ બુદ્ધિને ધન્યવાદ આપ્યો. ભેજન બાદ બધા રથમાં ગોઠવાયા. અને પાછા નગરપ્રતિ ફરતાં માર્ગમાં સાધુ પાસે આવ્યા. મુનિ પણ રજોહરણ ન મળે ત્યાં સુધી અહીંથી ખસવું નહિ એમ સંકલ્પ કરી ત્યાં જ ઊભા હતા. અને શુભ ધ્યાનમાં વિચરતા હતા. તે દંપતી: આવતાં જ મુનિના ચરણે પડયા. નેત્રમાં આંસુ ધારા ચાલી અને હાથ જોડી પશ્ચાત્તાપૂર્વક રજોહરણ પાછું સેંપી મનિની પાસે વારંવાર ક્ષમા યાચના કરવા લાગ્યા. તે બોલ્યા હે કપાસિંધ ! ભગવંત! અમારો અપરાધ ક્ષમા કરો. અમે અવિનીત છીએ, અજ્ઞાન છીએ. પ્રત્યે ક્રોધ ન કરે. પ્રસન્ન થાય અને આપની આ મોટી અશાતનાથી અમે કુંભારના ચાકની જેમ ભમશું, માટે આ પાપ દૂર થાય એવો ઉપાય બતાવે” અને બન્નેના નેત્રમાંથી પશ્ચાત્તાપના સાચા આંસુ ઝરવા લાગ્યા. - મુનિએ ધ્યાનપૂર્ણ કરી કહ્યું “તત્વજ્ઞ સાધુઓના હૃદયમાં લવલેશ પણ કોઈને સ્થાન નથી જ, પણ જે તેઓ ક્રોધ કરે તે જગતમાં ભયંકર ઉલ્કાપાત થાય એવી એમની શક્તિ છે. પણ સાધુ એટલે જ સમતારસના ભગી. પણ તમને જેમ સુખ ઈષ્ટ છે, તેમ દરેકને સુખ ઈષ્ટ છે. કષ્ટ તમને ઈષ્ટ નથી. તે તમારે બીજાને કષ્ટ ન આપવું જોઈએ. કષ્ટ આપવાથી તેના કટ કર્મવિ પાકો ભેગવવા પડશે. જો કે પશ્ચાત્તાપથી તમે ઘણી કર્મની નિર્જરા કરી છે છતાં આ દ્વાદશત્રત યુક્ત ગૃહસ્થ ધર્મ અંગીકાર કરે –તમે નિર્મલ થશે.” અને કરુણાવંત તે મુનિએ તેમને બાર વ્રત સમજાવ્યાં. તે દંપતીએ બાર વત ગ્રહણ કરી, ગુરુની ફરીવાર ક્ષમા માંગી. તથા પોતાને ઘેર આહાર–પાણીનું આમંત્રણ આપી પોતાને મહેલે આવ્યા........થડા સમય P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust