________________ પૂર્વભવ 173. જેમ બાહ્ય અગ્નિને ઠારનાર મેઘરાજા છે તેથી જગતને શાંતિ થાય છે. તેમ અત્યંતર કોધ કષાયના અગ્નિને ઠારનાર મુનિ રાજા છે. જાણે બન્ને રાજા અને મહાબલ, મલયસુંદરીના - પુણ્ય પસાયે આકર્ષાઈને ન આવ્યા હોય તેમ પ્રીતલ પર - વિચરતા ચંદ્રયશા કેવલી ભગવંત સપરિવાર તે નગરમાં સમેસર્યા. ઉદ્યાન પાલકે વધામણ આપી અને બન્ને રાજા તે ઉદ્યાનપાલકને માન ઈનામ આપી ગુર મઠારાજને વંદન કરવા ઘણા આડંબરપૂર્વક સપરિવાર આવ્યા અને ગુરુને વંદન કરી સન્મુખ બેઠા. પ્રજાજનો પણ ગુરની દેશના શ્રવણકરવા આવ્યા. અને ચતુર્મુખ પર્ષદા આગળ કેવલી ભગવંત મેઘગંભીર વાણીથી સંસારની અસારતા અને ધર્મની પ્રબળતા, મનુષ્ય ભવની દુર્લભતા વગેરે વિશિષ્ટ રીતે મધુર એવી ધર્મ દેશના આપી. મેઘને નિહાળી મયૂર નાચે તેમ એ દેશનાથી અનેક ભવ્ય આત્માઓના હૃદય નૃત્ય કરવા લાગ્યા. અને દેશના . અંતે સર્વેએ વ્રત-નિયમ ગ્રહણ કર્યા. ત્યારબાદ રાજા સુરપાલે કેવલી ભગવંતને પ્રશ્ન કર્યો. “ભગવંત! જ્ઞાન દિવાકર !" પ્રભે! આપની હૃદય દાહ બુઝાવનારી વાણીથી અમારાં હૈયાં. શિતલ થયા છે. એક સંપાય છે જે આપને પૂછું છું. જ્યારે મલયસુંદરી આકાશમાંથી સાગરમાં પડી ત્યારે તે મચે તેને જેતે સમુદ્રમાં કેમ ગયે ? - ચંદ્રયશા કેવલી બેલ્યા. “રાજન ! ભારડ પક્ષીથી છૂટીને ગાનગ મલયસુંદરી તે મત્સ્ય ઉપર જ પડી. તે મત્સ્ય. બીજું કઈ નહિ પણ તેની પૂર્વભવની ધાવમાતા વેગવતી હતી. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust