________________ સતી મલય સુંદરી ભૂતજાતિમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. તેણે જ્ઞાનથી પિતાને પાછલે ભવ –વેર યાદ આવ્યું. અને રાજાને મારવા છિદ્ર તે તેની પાછળ ફરવા લાગ્યા. પણ જેનું પુણ્ય પ્રબળ છે તેને વાળ પણ વાંકે થઈ શકતું નથી. આખરે તેને વિચાર કર્યો. રાજાને ચંપકમાળા પર અતિપ્રેમ છે માટે એ જ હરણ કરું જેથી રાજા સ્વયં મૃત્યુ પામશે. આજે તને એકાકી નિંદ્રામાં પડેલી જોઈ તે તને હરીને અહીં લાવ્યું. તારી આયુષ્યકર્મની સ્થિતિ પણ પ્રબળ હોવાથી તેને મારી શક્ય નહિ પણ તારા જેવું રૂપ બનાવી તે રાજમહેલમાં નિચેતન થઈ રાજાને ભ્રમ ઉત્પન્ન કર્યો. તારા શુભકર્મને પ્રભાવે તને ત્રષભદેવ પ્રભુની ભકિત મનમાં વસી અને તે ભકિતના પ્રભાવે મારે હાજર થવું પડયું–બોલ હવે સાધમિક ! તાર: હું શું શુભ કરૂં-દેવદર્શન કદિ નિષ્ફલ જતું નથી” મેં પણ દેવીના અમૃત તુલ્ય વચન શ્રવણ કરી તુરત માંગ્યું “દેવી ! મને પત્ર નથી. ગૃહસ્થાશ્રમમાં સંતાન વિના શ્રેય નથી માટે સંતાન આપો.” - રાજાએ વચમાં જ કહ્યું “સરસ ! દેવી તમે શુભજ માંગ્યુ. હાં પછી દેવીએ શું કહ્યું?” દેવીએ મને વરદાન આપ્યું “વત્સ ! જા તને એક પુત્ર અને એક પુત્રી એમ યુગલને તું પામીશ. આટલા દિવસ આ ભૂતેજ તારી સંતતિને નિરોધ કર્યો છે. એ વિદન કરનાર મારા અનુચરનું હું નિવારણ કરીશ.” અને આમ કહી મારા ગળામાં આ લક્ષ્મીપુંજ હારને પહેરાવી તે દેવી પ્રસન્ન મુદ્રાએ મને જોઈ રહ્યા. મેં પણ હર્ષ પામી દેવીને વળી પ્રશ્ન કર્યો “હે મહાદેવી! મારા સ્વામિ મને ક્યારે મળશે?” તેમણે કહ્યું “સાત દિવસમાં તને મળશે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust