________________ ૭ર સતી મલય સુંદરી રાત્રીને ત્રીજો પ્રહર શરૂ થઈ ગયું હતું. આ યાદગાર રાત્રી જાણે સ્નેહીઓની વાતની જેમ ખૂટતી જ ન હતી. પણ અચાનક મહાબલને યાદ આવ્યું “અરે રાજકન્યા ! પેલા ચોરને ભટ્ટારિકાના મંદિરના શિખર પર પૂર્યો છે તેને બહાર કાઢી આવું, નહિ તે બિચારે મરી જશે.” મલયસુંદરી બોલી : “સ્વામીનાથ ! હું હવે એક ક્ષણ પણ તમને અળગા કરવાની નથી. તમારી સાથે જ આવીશ.” અને જતા મહાબલની સાથે તે જોડાઈ ગઈ. મડાબલે વેગવતીને કહયું, “અમે બને ભટ્ટારિકાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ. રાજા સાહેબને કહેજો કે બન્ને જણે હમણાં જ પાછા આવશું.” અને વેગવતીને ભલામણ કરી બને ભટ્ટારિકાના મંદિર પ્રતિ ઉપડયા. પરોપકારમાં તત્પર કુમાર બીજાને જીવ બચાવવા ચાલ્યા. પ્રભાતકાલ થયું છતાં બન્ને પાછા નહિ ફરતાં વેગવતીએ રાજાને વાત કરી. રાજા–બીજા જે કુમારે ઉદ્ધત હતા અને કહેતા હતા કે તે મહાબલને મારીને પણ અમે રાજકન્યા લઈશું, તેને સમજાવતા હતા, ત્યાં આ વાત સાંભળી. તેમણે તે બન્નેની તપાસ કરી પણ ભટ્ટારિકાના મંદિરે કે કયાંય તેમને પત્તો મળે નહિ. રાજકુમારે તે વિલખા પડી પોતાના દેશ ચાલ્યા ગયા પણ વીરધવલ રાજા મોટા દુઃખમાં પડે કે એક નમ્નની માફક મલયસુંદરી પ્રગટ થઈ મહાબલકુમાર તેને પરણ્યા અને પ્રભાત પૂર્વે તેઓ અદશ્ય થઈ ગયા. રાજા પુત્રીના વિયોગે શેકસમદ્રમાં પડયો. વેગવતીની ભલામણથી ચારે દિશામાં શોધ કરવા મનુષ્યો મોકલ્યા અને પુત્ર મલયકેતુને પૃથ્વીસ્થાનપુરે સુરપાલ રાજા પાસે તપાસ કરવા મોકલ્યા. કદાચ તેઓ ત્યાં પહોંચ્યા હોય એ વિચારે.... આ બાજુ કુમાર અને કુમારી અંધારી P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust