________________ શીલવ્રતની અખંડ જ્યોત ૧૨પ, શીલવતી નારી શીલ ન ત્યાગે પણ મૃત્યુ જ ઈચ્છે. એણે. વિચાર્યું. મૃત્યુ તો એક જ વાર સારું. પણ શીલવંત જતાં માનવી હજાર વાર મૃત્યુ પામે છે. માટે મડદામાં અને એનામાં શું ફેર ?" આમ વિચારી તેણે રાજાને કહ્યું. “રાજન્ ! તું એમ ન માનીશ કે મારા પર તું બળાત્કાર કરી શકીશ. સતીનાં વ્રત તેડવાં એ તે સિંહની કેસરા લેવા જેવું છે. નાગને મણી લેવા જેવું છે. સતીના શાપે અનેક કામીઓ ભસ્મ બની ગયા છે. માટે રાજન! મને સ્પર્શ કરતાં પૂર્વ તું શીલવ્રતના પ્રભાવે ભસ્મ ન થાય તે વિચારજે. વળી હે રાજન! તારું કુળ નિર્મળ છે. વંશ વિશાળ છે. આ કાર્યથી તારી અપકીતિકેટલી થશે તે વિચારજે. વળી રાજા તે ન્યાયી, નિષ્ઠાવાન પ્રજાને. હિતચિંતક ગણાય. રક્ષણ કરનાર ભક્ષણ કરે તો તેના શા. હાલ થાય ? તારે તો પ્રજાની વહુ બેટીઓનું રક્ષણ કરવું એ ફરજ છે. માટે વિચાર કર ! આ અકાર્યના માર્ગથી પાછો ફર. દુગતિના દ્વાર ન ઉઘાડ!” મલયસુંદરીએ આટલું સુંદર કહ્યું છતાં પથ્થર પર પાણી...! રાજા મનથી પોતાના અભિપ્રાયથી પાછો ન જ હક્યો. એની દૃષ્ટિમાં તેના રૂપે એવું કામણ કર્યું હતું કે તેણે ઉલટો જ વિચાર કર્યો. “ગમે તે ઉપાયે બળાત્કારે પણ એનું શીલ ખંડન કરવું, પછી ભલે તેના શીલના પ્રભાવે ભસ્મસાત થવું પડે. અહા! આવું મદમસ્ત યૌવન ! ખરેખર સ્વર્ગને પ્યા છે. એ પાન કરે જ છૂટકે. કા - ખરેખર જગતમાં અકાર્ય કરનારા એક ઔસ ક્ષણિક સુખને જુએ છે. પણ પાછળ લાખ ટન દુઃખની હારમાળા પડી છે તે જોતા નથી. રાજાએ વિચાર્યું, હાલ જે કળથી કામ થતું હોય તો બળનું કામ નહિ. આમ વિચારી તે પોતાના મહેલે આવ્યું.. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust