________________ સતી મલયસુંદરી મારી સ્ત્રીને લઈ મારા દેશ પ્રતિ પ્રયાણ કરું.” તે સમયે -રાજાએ મંત્રીને ઈશારો કર્યો. જીવાજી મંત્રી. બેઃ “હે સિદ્ધ! ખરેખર તમે ધર્યવાન છે. સાહસિક છે. રાજાનું એક * બીજું કાર્ય તમે કરી આપે. પછી જરૂર તમને તમારી સ્ત્રી ‘મળશે.–વાત એમ છે કે આ શહેરની બહાર એક છિન્નતંક નામે પહાડ છે. તેના બે વિષમ શિખરની વચમાં એક આમવૃક્ષ છે. તેનું આમ્રફળ રાજાને લાવી આપે. એ શિખર પરથી કોઈ આંબાને લક્ષ કરી તેના પર પડતું મૂકવું. તે જ તે આમવૃક્ષ પર પડાય અને આમ્રફળ મળે. તે અમારા દેખતાં જ કુદકે માર પડશે. રાજાને પિત્તની પીડા છે માટે એની શાન્તિ અર્થે આ ફળની જરૂર છે.” છે કે મહાબલે વિચાર કર્યો. આ શિખર પરથી કુદકે મારતાં - જરૂર મનુષ્ય મરી જ જાય. એટલી એની ઉંચાઈ છે. હવે એ - જ્યારે મને મારવા ઈચ્છે છે. એ ચક્કસ જ છે. છતાં પુણ્યની પ્રબળતા આમાં જરૂર કામ કરશે. પ્રજાને પણ મારા પર પ્રેમ ઘણે છે. આમ વિચારી તેણે કહ્યું. “રાજન ! જરૂર તમારું કાર્ય કરી આપીશ. પણ હવે વચન ફેરવતાં વિચાર કરજે. મારી - સ્ત્રી અને પાછી નહિ ઍપ તે તેનું પરિણામ ખતરનાક આવશે” લેકે અને મલયસંદરી ફરી દુઃખ સમુદ્રમાં પડયા. -આ સિદ્ધ કેવી રીતે આ કાર્ય કરી આપશે? P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust