________________ સિદ્ધરાજનો પ્રભાવ 165 વિનાના છીએ ? અમારે શું ભૂજા નથી? પ્રચંડ દેહ નથી! હાથીના મદને ગાળવા શું સિંહ સમર્થ નથી ? આ સાર્થવાહ તારા રાજાને વલ્લભ હોય તેથી મારે શું! દુષ્ટ આચરણવાળા કુપુત્રને પણ રાજાઓ શિક્ષા નથી કરતા? તારા રાજાને શરીરે વળીયાં પડયાં. માથે મળી આવ્યાં છતાં ન્યાયમાર્ગે ચાલવાનું બિરૂદ ધરાવે છે? મેટાની સાથે બાથ ભીડનાર પણ સામાન્ય નથી એ તું જાણી લે. તારે રાજા અન્યાય પક્ષને સાથ આપનાર છે માટે જરૂર હાર પામશે. સૂર્ય આગળ જેવી ઘુવડને આશ્રય આપનાર રાત્રીની સ્થિતિ–તેવી તારા રાજાની દશા થશે. માટે રાજા કે રંક, અપરાધીને શિક્ષા આપવી એ મારી ફરજ છે. અને અન્યાયી નેપક્ષ લેનાર તારા સ્વામીને ચેતાવ મારી તલવાર તેમનું બરાબર સ્વાગત કરશે... હું યુદ્ધ માટે તારી પાછળ જ આવું છું. “અને આમ કહીને સિંહાસન પરથી બેઠા થઈ સિદ્ધરાજે રણસંગ્રામના પ્રયાણસૂચક રણભેરી વગડાવી. સિદ્ધરાજની વાક્ચાતુરી અને ઉત્સાહ દેખી દૂત સ્તબ્ધ થઈ ગયે. અને પિતાની છાવણીમાં આવી બને રાજાને બધી વાત કરી. બન્ને રાજાએ પણ યુદ્ધની તૈયારી કરવા લાગ્યાં. રણશૂરા બંકાઓ તલવારો અને બાણોને સજવા લાગ્યા. યુદ્ધસ્ય કથા રમ્યા...યુદ્ધ એ માનવજીવનને એક શૌર્ય પરાક્રમ અને શક્તિની સ્પર્ધાને નમૂને છે. તો ટા અનાદિકાલથી માનવી યુદ્ધ કરતે જ આવ્યો છે. જીવન સંગ્રામ પળે પળે ચાલે જ છે. સાચે સંગ્રામ કર્મ શત્રુ સામે કરનારા જ વિરલા છે. અને એમાં વિજય વરનારા કેટલા ? . P.P. Ac. Gunratnasuri M8.Gun Aaradhak Trust