________________ સ્વજનોનું મધુર મિલન 16 વીર પુરુષોથી સુશોભિત, રણમેદાનમાં સ્થિત પૂજ્ય પિતાશ્રી સુરપાલ નરેન્દ્રના ચરણકમલમાં, તથા શ્રીમાન ચંદ્રાવતી નરેશશ્વસુરશ્રી વરધવલના ચરણસરેજમાં. આપશ્રી સન્મુખ રણમેદાનમાં સ્થિત સિદ્ધરાજ નામધારી કુમાર મહાબલના વંદન. આપશ્રીની પરમકૃપાથી મને આ સાગરતિલક રાજ્યને પરિગ્રહ પ્રાપ્ત થયો છે. તેમજ પૂજ્ય પિતાશ્રીના આનંદ કાજે મારા ભૂજબળને વિનદ આપ સમક્ષ મેં કર્યો છે. તેમાં પૂને કઈ પરાભવ કે અવજ્ઞા કે અવિનય કે અપરાધ થયો હોય તો આપશ્રી મારા પર કૃપાકટાક્ષ કરી ક્ષમા આપશે. પૂજ્ય પિતાશ્રીના દર્શન કાજે મન ઉત્કંઠિત હતું ત્યાં અકસ્માત રણભૂમિમાં આપનાં દર્શન થયાં તે હર્ષને રથાને શેક શા માટે ?" રાજા સુરપાલે તે પત્ર રાજા વિરધવલને આવે. અને રાજા વિરધવલે હર્ષ અને રોમાંચથી તે વાંચી સૈન્યને યુદ્ધ બંધ કરવા આજ્ઞા કરી, અને બન્ને રાજાઓ પુત્ર મહાબલને મળવા પોતાનો હાથી તેની સન્મુખ ચલાવવા લાગ્યા. સેજે અને રાજાનો જયજયકાર ગજાવ્યા. પિતાની સન્મુખ આવતા વડીલને નિહાળી મહાબલકુમાર તુરત હાથી પરથી નીચે ઉતર્યો અને દેડો સન્મુખ આવી, પિતાજીના ચરણમાં નમી પડે. નેત્રમાંથી વિગ વ્યથાને લઈ અશ્ર કરી રહ્યા. રાજા સુરપાલે પણ મહાબલને બાથમાં લઈ હર્ષાશ્રુ વરસાવતાં અતિ સ્નેહ વરસાવ્યું. વિશેષ સમય ન ખેતાં મહાબલે બન્ને વડીલને નગરમાં ધામધૂમથી પ્રવેશ કરાવ્યો. અને પિતાને મહેલે લાવે. P.P. AC. Gunratnasuri ULS.Gun Aaradhak Trust