________________ 16e સ્વજનનું મધુર મિલન વિષય હતે. તે રણરંગ હાથી પર બેસી સામેની છાવણનું નિરીક્ષણ કરવા લાગ્યો. ચારે બાજુ રણશીંગા ફુકાતા હતા. રણવાજીંત્રના નાદ જાણે બ્રહ્માંડને ફેડી નાખે તેવા ભયંકર થતા હતા. અને શૂરાઓના પરાક્રમોનું ભાટચારણ વર્ણન કરતા શૌર્ય ચડાવતા હતા. સામે પક્ષે વિધાલંકાર હાથી પર રાજા વીરધવલ બેઠા હતા. અને સંગ્રામતિલક હાથી પર સુરપાલ બેઠા હતા. વિશાળ સૈન્યની દેખરે જાણે સૂર્ય જેવા શોભતા હતા. એવામાં યુદ્ધપ્રારંભની રણભેરી વાગી. સૈન્યના સુભટો પરસ્પર ભયંકર સિંહનાદ કરતા પરસ્પર તૂટી પડ્યા. જયશ્રી વરવા કાજે સુભટો પિતાની તલવારોને નૃત્ય કરાવવા લાગ્યા. રથવાળાની સામે રથવાળા ભીડાયા હતા, હાથી પર બેઠેલા હાથીવાળા સામે, અહીઓ અશ્વવાળા સામે જામ્યા. પદાતિઓ પદાતિઓ સામે ધસ્યા. રણવેષમાં વીર પુરૂષોના કેશ ઉડતા ધુમાડાની જેમ છૂટા થઈ નૃત્ય કરી રહ્યા. પરસ્પર છોડેલા બાણથી જાણે સૂર્ય ઢંકાઈ જાય તેમ અંધકાર છવાવા લાગ્યો. પરસ્પરની તલવારના ઘર્ષણથી ઉત્પન્ન થતો અગ્નિ એમાં વીજળીની જેમ અજવાળું કરી રહ્યો. પ્રસરતા બાણેના ઘરર અવાજ થતા હતા. પરસ્પર ઘસાતી તલવારની રમઝટથી રણકાર થતા શબ્દોના સમુદાયથી અને દંડાના પડકારથી સંગ્રામ ભૂમિ ભયંકર બની ગઈ. રણવીરા હોંકારા-પડકારા કરવા લાગ્યા. કાયર કંપવા લાગ્યા. શૂરવીરેના રેમાં વિકસ્વર થવા લાગ્યા. આ રીતે દંડા દંડી, ખડગ ખડગી, કુંતાકુંતી, ગદગદી મુષ્ટા મુષ્ટિ, કેશાકેશી થતાં ડાક જ સમયમાં સિદ્ધરાજનું સૈન્ય ભાંગ્યું. કેમ કે તે ઘણું થોડું હતું. વળી ઉતાવળમાં તૈયાર થયું હતું અને તે સૈન્ય પાછું હઠતું શહેર તરફ જેમ P.P. Ac. Gunratnasuri MUS.Gun Aaradhak Trust