Book Title: Sati Malayasundari Charitra
Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri
Publisher: Sadgun Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 183
________________ 170 સતી મલયસુંદરી મલયસુંદરી પણ પિતાના સસરાના અને પિતાના ચરણે નમી પડી અને પિતાને જોતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પિતાએ મહામહેનતે તેને શાંત કરી. 1 - ત્યારબાદ સમગ્ર રાજકુટુંબે ભજન કર્યું. અને પિતાના ખાનગી મહેલમાં બેઠા બાદ મલયસુંદરીએ તથા મહાબલે પોતાને સર્વ વૃત્તાંત જણાવ્યા. મલયસુંદરી પર પડેલી દુઃખની હારમાળા અને મહાબેલે તેને છોડાવવા કાજે કરેલાં સાહસ એ સર્વ વૃત્તાંત શ્રવણ કરી અને વડીલે ગદ્ગદ્ થઈ ગયા. આંખમાંથી અશ્રુધારા વરસી પડી. વિરધવલે મલયસુંદરીની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું, “બેટા ! મારી વહાલી પુત્રી ! અહા ! રાજકુટુંબમાં જન્મ પામીને કુસુમથી પણ કેમલ દેહે તે ઘણાં સંકટોને દુઃખનો સામનો કર્યો. ધન્ય છે તને ! અને તારા આ પરાકામી સ્વામી ! મહાબલને પણ તેમણે અનેક ધન્યવાદ આપ્યા. ને ત્યાં રાજા સુરપાલ બેલી ઉઠયા. “બેટા ! પુત્રવધૂ ! તું તે અમારા ઘરની સાક્ષાત્ લક્ષ્મી છે. અરેરે ! આ અવિચારી સસરા સુરપાલે તને દુઃખાર્ણવમાં નાખી. તું તારા આ પાપી સસરાને અપરાધ માફ કર ! હે કુળવધૂ! તું પ્રસન્ન થા, તું તત્ત્વજ્ઞ છે એટલે વિશેષ શું કહું ? અને તે લજજાથી અધોમુખ બન્યા. મલય સુંદરીએ કહ્યું, “સસરાજી! આપ આટલે ખેદ ન. કરે. પૂર્વભવનાં કર્મને ઉદય થાય તેને કઈ મિથ્યા કરી શકતું નથી. એ મારા અશુભ કર્મને ઉદય જ હૈ દુઃખનું કારણ છે. મહાબલ પ્રતિ દષ્ટિ કરી રાજા સુરપાલે કહ્યું. બેટા મહાબલ! તે કંદર્પ પર ઘણો અનુગ્રહ કર્યો. છતાં તે નિભાગી તારી કૃપાને લાભ ન લઈ શકો. અહીં તારું સાહસ ! તારી બુદ્ધિ! તારું શૌર્ય ! તારું દૌર્ય! તારું પુણ્ય! કયા ગુણોને P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205