Book Title: Sati Malayasundari Charitra
Author(s): Jaytilaksuri, Vijaysadgunsuri
Publisher: Sadgun Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 179
________________ સતી મલયસુંદરી આ બાજુ મહાબલે પણ અંતઃપુરમાં આવી મલયસુંદરીને શુભ સમાચાર આપ્યા. પિતા અને સસરાને મેળાપ થશે. એ વધામણીથી એના આનંદનો પાર ન રહ્યો. મહાબલે પોતાની એજના સમજાવી. પ્રભાતકાલે રણમેદાન પર જતા મહાબેલે મલયસુંદરીને કહ્યું. “પ્રિયે ! તું આ તારા પ્રિયતમનું રણકૌશલ આ ગવાક્ષમાં બેસીને જેજે. એમાં કેનું રણકૌશલ ચડે–તારા પ્રિયતમનું–તારા પિતાનું કે તારા સસરાનું એ નક્કી કરજે. મલયસુંદરી મધુર સ્મિત કરી રહી. એણે મહાબલને કુમકુમ તિલક કરી રણમાળા પહેરાવી કહ્યું. “હું જાણું છું આ રણસંગ્રામ છે કે મધુર મિલન પ્રવેશ છે” વિદાય થતા મહાબલે સ્નિગ્ધ દૃષ્ટિથી તેની સન્મુખ જોતાં કહ્યું. “એમ! તે કોને વિજય કે વાગશે તે કહે.” “બધાનો” તે બેલી અને મહાબલ હસતે હસતો વિદાય થયો. બંને પક્ષે યુદ્ધભૂમિનાં રણવાજા જોરશોરથી વાગી રહ્યાં હતાં. સ્વજનનું મધુર મિલન 333333333330333333333 34 મહાબલે રણમેદાનમાં આવી પિતાના લશ્કરની સુંદર વ્યુહરચના કરી. સૈનિકે, સેનાપતિઓ, રાજા સિદ્ધરાજને આદેશ થાય એટલે દમનના ચૂરા ચૂરા કરવા થનગની રહ્યા હતા. સિદ્ધરાજના મનમાં એક જ ભાવ હતો. વડીલને એક વાર તે પરાજિત કરવા જ. દીનતાથી સામે જવું એ તો માનભંગ છે. ક્ષત્રિયપુત્ર હોવાથી રણમેદાન એ તે એને પ્રિય P.P. Ac. Gunratnasuri MiB.Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205