________________ સિદ્ધરાજને પ્રભાવ 163 રાજા વીરધવલને કોઈએ એવા સમાચાર આપ્યા હતા કે મલયસુંદરી ભલ પલ્લી પતિ પાસે છે. એટલે રાજા વીરધવલે રાજા સુરપાલને સાથે લઈ ભીલ રાજા ભીમ પર ચડાઈ કરી. તેને લીલા માત્રમાં જીતી લીધો. ઘણી તપાસ કરી પણ ત્યાંથી મલયસુંદરી ન મળી. આથી તેઓ નિરાશ થઈ પાછા ફરતા હતા તે સમયે રૌદ્ર અટવીમાં સેમચંદ્ર તેમને સન્મુખ મળ્યો! એણે બધી વાત કરી અને પોતાના શેઠ બલસારને દુષ્ટ રાજા સિદ્ધરાજે જેલમાં પૂર્યા છે તેને છોડાવવા વિનંતી કરી અને ભેટ તરીકે 8 લાખ સેના મહેર અને 8 હાથી મૂક્યા. રાજા વિરધવલ અને રાજા સુરપાલે વિચાર કર્યો કે આ સાગરતિલક નગર સાથે ઘણા વખતથી વેર તે ચાલ્યું જ આવે છે. માટે એને પણ બોધપાઠ મળશે, અને આ શેઠનું કામ થશે. રાજા વીરધવલે અર્ધ ભાગ રાજા સુરપાલને આપે. તે પણ ધન મળતાં રાજી થઈ ગયો અને લેભને વશ તે પણ સાથે ચાલ્યા. અને રાજાઓ વિશાળ સૈન્ય લઈ સાગરતિલક પર ચડાઈ કરવા ધસમસતા આવી પહોંચ્યા અને થોડા સમયમાં નગરથી થોડે દૂર મોટી ટેકરીઓની પાસે સૈન્યને પડાવ નાંખે. બને રાજાને ખબર નથી કે સિદ્ધરાજ કેણ છે. અને શા માટે એણે બલસારને કેદ કર્યો છે...જાણે વિધિએ આ નિમિત્તે સ્વજનોને મેળાપ ઈચ્છો હશે....! રાજા વીરધવલે સિદ્ધરાજ પાસે પોતાને દૂત મોકલ્યા. રાજાએ શિક્ષણ આપી મોકલેલે એ ચતુર્મુખ દૂત સિદ્ધરાજના દરબારમાં આવીને ઊભે અને નમસ્કાર કરીને બોલ્યા “રાજા સિદ્ધરાજને નમસ્કાર ! રાજા વીરધવલને જય થાઓ ! રાજા સુરપાલને જય થાઓ! હું આ બન્ને રાજાને દૂત છું. તેઓ મેટું સૈન્ય લઈને આવ્યા છે અને તમને જણાવ્યું છે કે તમે જે P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust