________________ સતી મલયસુંદરી બલસારને કુટુંબ સહિત જેલમાં પૂર્યા બાદ તેની માલ મિલક્ત જપ્ત કરતાં અઢળક નાણું રાજ્યની તીજોરીમાં જમા થયું. દશ મોટા વહાણે જેમાં વિવિધ કરીયાણુ ભર્યા હતા તે પણ લાખોની કિંમતના હતા. કે જેલના સળિયા પાછળ કદર્થના પામતે બલસાર વિચારતે હતો: “ઓહ! કરેલાં કર્મ ઉદયમાં આવ્યા, એ સતિ નારીને સતાવ્યાનું આ ફળ! પણ હવે મારે છુટકારો કઈ રીતે થાય? એ સામાન્ય વેપારી ન હતે. મોટા રાજાઓ. - સાથે એને બેઠક હતી. એને યાદ આવ્યું. રાજાએ જે મિલકત જપ્ત કરી તે સિવાય પણ બીજી ગુપ્ત મિલકત જે પિતેજ - જાણે છે તે બચી છે. તેમાંથી કંઈક ઉપાય કરું. આમ વિચારતાં તેને રાજા વીરધવલ અને રાજા સુરપાલ યાદ આવ્યા! જે તેના મિત્ર સમાન હતા. એ જ આ સંકટમાંથી મને બચાવી લેશે એ જ આ સિદ્ધરાજની સાન ઠેકાણે લાવશે. એણે પોતાના એક વિશ્વાસુ મિત્ર સેમચંદ્રને ગુપ્ત પત્ર લખ્યો અને તેમાં લખ્યું કે “મારી ગુપ્ત મિલકતમાંથી આઠ લાખ સોના મહોર અને આઠ લક્ષણવંત હાથી લઈને જા અને રાજા વીરધવલ તથા રાજા સુરપાલને તે ભેટ આપજે અને મને આ દુષ્ટ રાજાએ જેલમાં પૂર્યો છે તે બધી વાત કરી સહાય માંગજે” બલસારને ખબર ન હતી કે વીરધવલ આ રાજાને સસરે છે અને સુરપાલ એને પિતા છે. ડુબતે તણખલું પકડે તે એને ઘાટ થયો. બલસારના હુકમ મુજબ તે સમચંદ્ર રાજા વરધવલ પાસે ઊપડ્યો. એ દડમજલ કરતા ચંદ્રાવતી આવ્યા ત્યારે તેને ખબર પડી કે રાજા વીરધવલ ભીલ પલ્લીપતિને શિક્ષા કરવા રૌદ્રવનમાં ગયા છે. તે રૌદ્રઅટવી તરફ ઉપડયા. P.P. Ac. Gunratnasuri Muis.Gun Aaradhak Trust