________________ સિદ્ધની ત્રીજી સિદ્ધિ 15 એ સિદ્ધના સમજાવવા છતાં રાજાએ આગ્રહ ન તન્યા ત્યારે મહાબલે અત્યંત રોષથી બન્ને દાંત પીસતાં રાજાની ગરદન જોરથી પકડી અને એવી રીતે ગરદનની નસ ખેંચી કે માથું પાછું ફેરવી દીધું. એટલે મુખ એકદમ પાછળ થઈ ગયું. સિદ્ધ કહાં હવે રાજા! તું તારી પીઠ જોયા કર અને મઝા કર... રાજાની આવી દુર્દશા જઈ પ્રજાજને હસી. પડ્યા પણ નૂનન પ્રધાન (જીવા પ્રધાનને પુત્ર) રોષથી બેલ્ય.. હે સિદ્ધ! અન્યાયી, કપટી! ધૂર્ત શિરોમણિ! તે મારા પિતાને મારી નાખ્યો. રાજાની આવી દુઃખી હાલત કરી. હવે તું કેટલાં અનર્થ કરીશ ? હમણાં તને અમે મારી નાખશું એમ તે બેલતો હતો છતાં પિતે પ્રધાન હોવા છતાં સિદ્ધના. સામર્થ્ય આગળ કંઈ કરી શકે તેમ ન હતું. આ વાતની રાજાની રાણીઓને ખબર પડી ત્યાં તે દોડતી રુદન કરતી આવી અને સિદ્ધના ચરણમાં પડી. આંસુભરી આંખે વિનંતી કરવા લાગી. “હે સિદ્ધ પુરુષ! એમનો અપરાધ ક્ષમા કરે. એમને મૂળ. સ્થિતિમાં લાવી દે. એમની બુદ્ધિ કુટિલ થઈ છે પણ અમારા પર કરુણા કરે. અમે તમારે ઉપકાર જીવનભર નહિ ભૂલીએ.” રાણીઓની વિનંતીથી મહાબલને દયા આવી છતાં રાજાની સાન ઠેકાણે લાવવા તથા લોકો વચ્ચે તેને શિક્ષા મળે. તે દૃષ્ટિએ મહાબલે કહ્યું-હવે આ રાજા પાછલા પગે નગર બહાર અજીતનાથ પ્રભુનાં મંદિરે જઈ પ્રભુના દર્શન કરી પાછો આવે તે જ મૂળ સ્થિતિમાં આવે. એ વિના બીજા કેઈ ઉપાય નથી. આ સાંભળી ગળું દુઃખતું હોવા છતાં, અશક્ત છતાં રાજા પડતો, આખડતો પાછા પગે ચાલતો રાજમાર્ગો વચ્ચે થઈ અજીતનાથ પ્રભુના મંદિરે જવા ઉપડે. આ કૌતુક જેવા. હજારો લોકો માર્ગમાં ઉભા રહ્યા. કેઈ અગાશી પર ચઢયા. લેક જોઈ જોઈ હસતા હતા. મશ્કરી કરતા હતા. રાજાને પણ. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust