________________ મહાન સિદ્ધરાજ 159 લેકેએ આ સૂચના વધાવી લીધી. અને એકી અવાજે બોલી ઊઠયા. " મહારાજે સિદ્ધરાજ જય હો.” સર્વને એક જ મત થતાં વડીલ વગે વિનંતી કરતાં મહાબલકુમારે “રાજા સિદ્ધરાજ”ના નામે રાજ્યધૂરાને ગ્રહણ કરી. શુભ મૂહૂર્ત વિપ્રોના મંત્રોચ્ચારપૂર્વક મહાબલકુમાર રાજ્યાભિષેક થયા. રાણી મલયસંદરીને મહારાણીપદ આપવામાં આવ્યું. નગરશેઠની કુંવારી કન્યાના હાથે રાજ્યતિલક થયું. ચેમેરનગરમાં ઉત્સવોની હારમાળા ઉજવાણી...ઘર ઘર તરણે બંધાયાં. લોકોને આવો પરાક્રમી, પરોપકારી અને યુવાન રાજા મળવાથી આનંદનો પાર ન રહ્યો. રાજાએ વ્યંતરદેવને હાથ જોડી વિજ્ઞપ્તિ કરી. “દેવ! તમારે ઉપકાર એટલે માનીએ તેટલે ઓછો છે. આપ આપના સ્થાને પધારે અને જ્યારે જરૂર પડે ત્યારે દર્શન દેજે.” આમ કહી દેવને નમસ્કાર કર્યા..વ્યંતરદેવે " તથાસ્તુ” કહી વિદાય લીધી... મલયસુંદરીના મનોરથ પૂર્ણ થયા. હવે સ્વામીને ચિરકાલને મેલાપ થયો. એટલું જ નહિ એને પટ્ટરાણીપદ પણ મળ્યું. એના દુઃખને અંત આવ્યો હતો.....માત્ર હવે એક જ દુઃખ એને શલ્યની જેમ ખૂંચતું હતું. પુત્ર વિયેગ! ....બાકી સર્વ પ્રકારની રાજ સાહ્યબી. પ્રેમાળ પતિનું મિલન, અને પ્રજાનો પ્રેમ. આમ બીજી સર્વ વાતે તેના દિવસે સુખમાં પસાર થતા હતા. વિશેષ તો તે પતિની પ્રેરણામૂર્તિ બની હતી. કારણ કે એ જ મહાબલને આત્મા હતી. રાજા સિદ્ધરાજના પ્રતાપી શાસનકાળને ઉદય થયો, અને પ્રજા પણ આવા આદર્શ યુવાન પરાક્રમી રાજાને પામી સુખી બની. સમૃદ્ધ થઈ સિદ્ધરાજે પણ રાજ્યને સુંદર અને વ્યવસ્થિત બનાવ્યું. P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust