________________ 154 સતી મલયસુંદરી મલયસુંદરી પર અતિ ગાઢ રગવાન તે કામી કંદર્પ રાજા, વિચારમાં પડ્યો. એનાં ચક્ષુ ઉપર રાગનાં તીવ્ર પડળ ચડેલાં હોવાથી તેને સત્યપંથ ન જ જડે. એણે ઊલટો વિચાર કર્યો. જે આ સિદ્ધિને બહારનું કાર્ય બતાવું છું તે તે શીધ્ર કરી આવે છે. હવે મારા શરીર અંગે એવું કાર્ય બતાવું કે તે કરી જ ન શકે, અને ન કરી શકે તો સ્ત્રી અપાય નહિ અને મારી અપકીતિ થાય નહિ-એમ વિચારી તે પ્રગટ બેલ્ય, “હે સિદ્ધ પુરુષ! હું તને તારી સ્ત્રી જરૂર આપીશ. બસ હવે મારું એક જ કાર્ય કર. તું સાહસિક છે. સામર્થ્યવાન છે. તો હું જેમ આ નેત્રોથી મારે આગળને ભાગ જોઈ શકું છું તેમ પાછળ પીઠને ભાગ પણ જોઈ શકું એમ કર. આપના જેવા સમર્થ સિદ્ધના સમાગમનું આ ફળ મને મળે.” રાજા પીઠનો ભાગ જોઇ શકે દરેક માનવી આગળ નેત્ર હોવાથી આગળનો ભાગ જોઈ શકે છે. પાછળ નેત્ર ન હોવાથી કઈ રીતે પીઠ જોઈ શકે ? લેકે વિચારવા લાગ્યા. આ કાર્ય કઈ કરી શકે નહિ. અને ન કરે તો રાજા કન્યા આપે નહિ. વાહ! કામી રાજની કેવી યુક્તિ ! લોકોને રાજા પર હદ બહાર ધીક્કાર છૂટયા. અને મહાબલને પણ આ વાત સાંભળી ક્રોધ આવી ગયે. અતિ હંમેશાં તજવું જોઈએ. અતિ ત્રાસ, દુખ, અન્યાય થાય ત્યારે મેટા વેગીઓને, સંતોને ક્રોધ થઈ જાય તો આ તો સંસારના પ્રારંભમાં પડેલે યુવાન હતું. તેણે કોધથી રાજાને કહ્યું. “રાજ! આવા ક્ષુદ્ર આદેશથી તને શું ફાયદો થશે? કઈ પિતાની પીઠ ન જોઈ શકે. અને પીઠ જેવાથી ફાયદો શો છે? માટે હઠ તજી દે.” P.P. Ac. Gunratnasuri MS.Gun Aaradhak Trust