________________ સતી મલયસુંદરી - ~ ~ તે રાજ્યકાર્યમાં ગુંથાયે પણ તેનું રૂપ લાવણ્ય તેના નેત્ર સમક્ષ વારંવાર નાચવા લાગ્યું. તેને પરેશાન કરવા લાગ્યું. પણ તેના કઠોર શબ્દો યાદ કરી તેની પાસે જવાની તેની હિંમત ભેડા દિવસ ચાલી નહિ. રાજાના ગયા બાદ મલયસુંદરી પ્લાન થઈ ગઈ. તે કઈ પણ ઉપાયે મરવાને વિચાર કરવા લાગી. આ બાજુ રાજાએ કળથી કામ લેવા માટે એણે વિચાર્યું. સ્ત્રી જાતિને પ્રેમ-વિશ્વાસ, વિનય-સારા અલંકાર-વસ્ત્ર વિગેરે વશ કરવાના અમેઘ સાધન છે. એથી તે વશ થાય છે. આમ વિચારી ફરી ફરી તેને દાસી સાથે ભેટો મોકલી. મીઠા વચન કહેવડાવ્યાં. પિતે પણ વારંવાર આવી પ્રિય કામોત્તેજક - વચનથી વશ કરવા પ્રયત્ન કરવા લાગ્યો. પણ મલયસુંદરી સામાન્ય નારી ન હતી. તેના એક અણુમાં પણ વિકારને સંચાર ન થ. આમ છેડે સમય રાજાએ જવા દીધે. એણે વિચાર્યું દુઃખનું ઓસડ દહાડા. સમય સમયનું કામ કરશે જ. એકદા રાજ મહેલની અગાશીમાં બેઠો હતે. એવામાં એક પિપટ આકાશ માર્ગોથી ઉડતે જતા હતા તેની ચાંચમાં પાકી સુંદર કેરી હતી. અકસ્માતે તેની ચાંચમાંથી તે ફળ પડી ગયું. અને રાજાના ખોળામાં આવીને પડયું. અહો! આ તે છિનટેક પહાડના અતિ ઉન્નત શિખર પરના આમ્રવૃક્ષનું ફળ છે ! આ ફળ અલભ્યજ હોય છે. એટલે ઉચે કેઈ ચડી શકતું નથી. ફળની સુંદરતા સુગંધ જોઈ રાજા વિચારવા લાગ્યા. આ ફળ જે મલયસુંદરીને આપ્યું હોય તે તે તુરત વશ થાય. છે .fy;s SS 3 >>jp4 ) F 1 ) 's[ P.P. Ac. Gunratnasuri Ms.Gun Aaradhak Trust