________________ 13 કંદર્પનો વિચિત્ર દાવ મલયસુંદરીએ મહાબલને કહ્યું. “સ્વામીનાથ! આજ કામાંધ કંદર્પ રાજાએ મને ખૂબ કદર્થના કરી છે. મને લાગે છે, બહાર કાઢયા બાદ તમને મારી નાખશે....એ અધમ કેવી રીતે અહીં સુધી આવ્યો એ સમજાતું નથી.” મહાબલ બોલ્ય.. “પ્રિયે! તું ચિંતા ન કર. એકવાર બહાર નીકળ્યા બાદ કઈ પણ ઉપાયે એનો ઘાટ હું ઘડીશ. તું માંચી પર બેસી જા.એવામાં બે માંચી આવી. એક પર મલયસુંદરી બેઠી હતી. બીજી પર મહાબલ બેઠો. માંચી ખેંચવા રાજાએ આજ્ઞા કરી એટલે. બને માંચીને સેવક ખેંચવા લાગ્યા. જ્યાં બન્ને માંચી કુવાના. કાંઠે આવી ત્યાં મલયસુંદરીને કાંઠે ઉતારી લીધી અને મહાબલની માંચીનો દોર કાતરથી કાપી નાખ્યો. મહાબલ ફરી માંચી. સહિત કુવામાં પછડાય. મલયસુંદરી તેની પાછળ ઝંઝાવાત કરવા ગઈ પણ રાજાએ તેને પરાણે પકડી રાખી અને સેવકો મારત મહેલે એકલી નજરકેદ કરી. જ્યારે રાજા મહેલે આવ્યા ત્યારે મલયસુંદરી રડી રહી હતી. તે બોલી “હે દુષ્ટ રાજા ! મારું મન મરવાને જ ઉત્કંઠિત. છે.” તે પુરૂષને દેખ્યા વિના હું ભોજન પણ નહિ કરું. દુષ્ટ! તારી દુષ્ટતાને બદલે જરૂર તને મળશે.” આમ બોલતી તે. જોરથી રડવા લાગી–રાજાએ વિચાર્યું. એ ભલે રડે-બે ચાર દિવસ ભૂખી રહેશે એટલે માની જશે–પેલા રૂપાળાને બહાર કાઢે તો એ મારી સામું પણ જોશે નહિ. એણે ચોકીપહેરે કડક કરી મહેલે આવ્યો. એનો કે વિચિત્ર દાવ! . . P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust