________________ કંદપની નવી યુક્તિ 143 કે આ મુગ્ધ માણસ સાંજે બળી મરશે. પછી સવારે કયાંથી પાછો આવવાનો છે. સારું થયું, આ તો ટાઢા પાણીએ ખસ ગઈ. પણ લોકોને આ વાત ન ગમી. કુમારની શૌર્યભરી વાણી, મધુર આકૃતિ, સાહસથી રંજીત થયેલ જનગણ હાહાકાર કરી ઊઠશે. અને દુઃખીત અને કંઈક રેષયુક્ત તે રાજા પાસે કહેવા લાગ્યો. “રાજન ! આ અન્યાય થાય છે. આવા પરોપકારી સિદ્ધપુરુષને પશુની જેમ મારી નાખે એ યુક્ત નથી. એની સ્ત્રી પાછી ન ફેંપવી હોય તો જીવતો એને જવા દો પણ એને આ યુક્તિથી મારે એ તો મહાઅનર્થકારી છે”....રેષયુક્ત લેકેની વાણી સાંભળી છતાં નિર્લજ્જતાથી રાજાએ કહ્યું : “પ્રજાજને ! આ નવીન સ્ત્રીના પ્રત્યે મને ગાઢ રાગબંધન છે. આ યુવાનને લઈ તે મારા સામું પણ જોતી નથી. માટે આ સ્ત્રા વિના મારા પ્રાણને પણ સંશય છે. બસ! હવે તમારે વચમાં માથું મારવાને અધિકાર નથી.” લેકે વિલખા પડી ચાલ્યા ગયા. ધણને કોઈ ધણું છે! સાયંકાળે મહાબલકુમાર અંતિમ અવસ્થાને વેશ સજી સ્મશાન ભૂમિ પ્રતિ ચાલ્યો. પાછળ લોકોનું ટોળું હતું. મલયસુંદરીએ જતા એવા પ્રિયતમને પરાધીન એવા તે નેત્રથી વારતી બોલીઃ “હે. સ્વામી! મારી ખાતર તમે શા માટે જીવનું જોખમ કરે છે? મર્યા બાદ મારૂં કેણ? આ તમારું કેમલ શરીર અગ્નિદાહની પીડા શી રીતે સહી શકશે? તમે ના જાઓ.... સ્વામી ના જાઓ...હે પાપી રાજા! તું ગમે તે કર! મારા સ્વામી મૃત્યુ પામશે તો પણ હું તારા હાથમાં આવવાની નથી... આ તને ધિક્કાર...મારા રૂપને ધિક્કાર!” અને તે મૂછ ખાઈ નીચે પડી P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust