________________ 138 સતી મલય સુંદરી રાજાએ મલયસુંદરીને સજીવન કરવાનો આદેશ આપ્યો. મહાબલે બીજા દરેક મનુષ્યને બહાર જ રહેવા ફરમાન કર્યું અને પોતે એકલે મંત્રસાધન માટે અંદર આવ્યા. મંત્રસાધન પૂર્ણ ન થાય ત્યાં સુધી કેઈને પણ અંદર આવવાની સખ્ત મનાઈ હતી. મહાબલ જ્યાં અંદર આવ્યા ત્યાં પિતાની પ્રાણવલ્લભાને સંપૂર્ણ નિશ્ચષ્ટ પડેલી જોઈ એનું હૃદય ભરાઈ આવ્યું. મહામહેનતે તેણે અપ્રવાહ રે. જલ છંટકાવ કરી એક ગોળ માંડલું બનાવી તેણે મલયસુંદરીને એમાં સુવાડી. ત્યારબાદ તેણે વિષ નિવારણને પ્રાગ શરૂ કર્યો. મંડળ આલેખી મંત્ર અર્ચનાદિ વિધિ કરી થોડો વખત ધ્યાન ધરી મહામંત્રનું સ્મરણ કરી પોતાની કમ્મરમાં રહેલ સપનો મણિ બહાર કાઢયે અને નિર્મલ જલથી છંટકાવ કરી તે જલ મલયસંદરીને છાંટયું. મણિનું જલ ધીરે ધીરે સિંચન કરતાં ઝેર ઊતરવા લાગ્યું. થોડીવારે તેણે નેત્ર ખોલ્યાં. કુમારે મણિનું જલ ડું તેને પીવરાવ્યું અને એમ કરતાં ડીવારે સંપૂર્ણ ઝેરનું હરણ થયું -તે મણિના જલે સંજીવની ઔષધિનું કામ કર્યું. મલયસ્રી બેઠી થઈ. અને બાજુમાં જ પોતાના પ્રિયતમને જોઈ હર્ષિત થઈ. તેની કેટે વળગી પડી. તે સહસા બોલી “પ્રિય! તમે અંધકુપ માંથી બહાર કેવી રીતે આવ્યા? મને સર્પદંશ થયા બાદ કેવી રીતે સજીવન કરી ?" - મહાબલે તેના શરીરને પંપાળી ક્ષણવારમાં સ્વસ્થ કરી નીચે આસન પર મૂકી બે પ્રિયા! એ વાત તારાથી ગુપ્ત રાખવાનું કોઈ પ્રયોજન નથી, એ હું તને કહીશ જ, જ્યારે રાજાએ મારી માંચીનું રજુ કાપી નાખતાં પ્રથમ હું નિરાશ થયે. ત્યારબાદ રાજા વગેરે ગયા. ત્યારબાદ સ્વસ્થ થયે P.P. Ac. Gunratnasuri Mus.Gun Aaradhak Trust